લંડનઃ નવ સંતાનો સાથે સીરિયા નાસી છૂટેલી બ્રેડફર્ડની ત્રણ દાઉદ બહેનો-ખદીજા, સૂગરા અને ઝોહરાએ બ્રિટિશ કરદાતાઓના નાણાનો દુરુપયોગ કર્યો હોવાની શંકા છે. આ બહેનો સીરિયામાં રહીને પણ ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટની કુલ £૬૨૫.૨૮ની રકમ તેમજ ઈન્કમ સપોર્ટના બેનિફિટ્સ ક્લેઈમ કરી શકે છે. તેઓ ખુદ એટીએમમાંથી નાણા ઉપાડી શકે અથવા તેમના ISIS હેન્ડલર્સ તુર્કી જઈને નાણા મેળવી શકે છે. સરકારી તપાસકારો આ દાવાઓની તપાસ કરી રહ્યા છે.
સાઉદી અરેબિયામાં મદીનાની યાત્રાએ ગયા પછી દાઉદ બહેનો નવ સંતાનો સાથે લાપતા થઈ છે અને ત્રાસવાદી જૂથ ISISની પકડમાં હોવાનું મનાય છે. તેમનો નાનો ભાઈ અહમદ એક કરતા વધુ સમયથી આ જૂથની સાથે રહી લડી રહ્યો છે.