દીક્ષિત જોશી ડોઈચ બેન્ક એજીના નવા ગ્રૂપ ટ્રેઝરર

Wednesday 05th April 2017 07:16 EDT
 
 

લંડનઃ ડોઈચ બેન્ક એજી, લંડનના ગ્રૂપ ટ્રેઝરર તરીકે દીક્ષિત જોશીની નિમણૂક કરવામાં આવી છે. તેઓ એલેકઝાન્ડર વોન ઝૂર મુહલેનનું સ્થાન લઈ રહ્યા છે. દીક્ષિત જોશી ઓક્ટોબર ૨૦૧૦થી ડોઈચ બેન્ક સાથે જોડાયા હતા.

આ નિયુક્તિ અગાઉ જોશી નવેમ્બર ૨૦૧૫થી માર્ચ ૨૦૧૭ સુધી ડેટ ઈન્સ્ટિટ્યુશનલ ક્લાયન્ટ ગ્રૂપ એન્ડ લિસ્ટેડ ડેરિવેટિવ્ઝ અને માર્કેટ્સ ક્લિયરિંગના વડા તરીકે કામગીરી સંભાળી હતી. જોશીએ બાર્ક્લેઝ કેપિટલ, ક્રેડિટ સ્યૂસ ફર્સ્ટ બોસ્ટન ખાતે પણ કામગીરી બજાવેલી છે. તેઓ ભારત કેન્દ્રિત એજ્યુકેશન નોન-પ્રોફિટ સંસ્થા પ્રથમના બોર્ડ મેમ્બર તરીકે પણ સેવા આપે છે તેમજ સાઉથ આફ્રિકામાં સ્ટુડન્ટ સ્પોન્સરશિપ પ્રોગ્રામના ટ્રસ્ટી પણ છે.

દીક્ષિત જોશી સાઉથ આફ્રિકાની યુનિવર્સિટી ઓફ વિટ્વોટરસ્ટ્રાન્ડમાંથી સ્ટેટેસ્ટિક્સ એન્ડ એક્યુરિયલ સાયન્સની ડીગ્રી ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter