દેશના ત્રીજા ભાગમાં પ્રોપર્ટીના મૂલ્યમાં ઘટાડો

Tuesday 23rd December 2014 09:15 EST
 
 

હોમ ટ્રેક ડેટા કંપનીના તારણો અનુસાર દેશમાં મકાનોની કિંમતમાં સૌથી વધુ ભાવવધારો મિલ્ટન કિનેસ ઉપરાંત, એલ્ડરશોટ, સ્ટાનવેલ અને એસેક્સના રોયડોનમાં નોંધાયો છે. જોકે, અગાઉ તેજી ધરાવતાં એબેરડીન, કેમ્બ્રિજ નજીક લેકનહીથ, બ્રિસ્ટલમાં રેડલેન્ડ અને રીડિંગમાં કેવરશામ જેવાં નગરો મંદીમાં લપેટાયાં છે. લંડનમાં વોન્ડ્ઝવર્થ, લેમ્બેથ, સધર્ક અને લેવિશામને સૌથી ખરાબ અસર થઈ છે. રોયલ ઈન્સ્ટિટ્યુશન ઓફ ચાર્ટર્ડ સર્વેયર્સની આગાહી છે કે આગામી વર્ષે મકાનોની કિંમતોમાં સરેરાશ ત્રણ ટકાની વૃદ્ધિ થશે, જેમાં ઉત્તર અને મધ્ય ઈંગ્લેન્ડમાં પાંચ ટકા વૃદ્ધિ અને લંડનમાં યથાવત કિંમતો જળવાશે.

લંડન અને વ્યાપક સાઉથ ઈસ્ટ સિવાય યુકેના બાકીના ભાગમાં મકાનોની કિંમત ૬.૭ ટકાના દરે વધી હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સે જણાવ્યું હતું. મકાનોની કિંમત ઈંગ્લેન્ડમાં ૧૦.૮ ટકા, વેલ્સમાં ૫.૭ ટકા, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ૪.૯ ટકાના દરે વધી હતી. ઈંગ્લેન્ડમાં સાઉથ ઈસ્ટ અને ઈસ્ટ એન્ગ્લિયામાં અનુક્રમે ૧૧.૯ ટકા અને ૯.૬ ટકાના સૌથી ઝડપી દરે કિંમતો વધી હતી.

તેજી સાથેના હાઉસિંગ માર્કેટની સૌથી ખરાબ અસર પ્રથમ વખત મકાન ખરીદનારા પર થઈ છે. ગયા વર્ષની સરખામણીએ આ લોકોએ ઓક્ટોબરમાં સરેરાશ ૧૨ ટકા ઊંચી કિંમત ચુકવવી પડી હતી. વર્તમાન ઘરમાલિકો માટે કિંમતવધારો ૯.૭ ટકાનો હતો. ગયા મહિને પ્રથમ વખત ઘર ખરીદનારે બજારમાં પ્રવેશ કરવા £૨૦૮,૦૦૦ની ચુકવણી કરવી પડી હતી, જ્યારે વર્તમાન ઘરમાલિકો અને ઓક્યુપાર્યસ દ્વારા સરેરાશ £૩૧૨,૦૦૦ની કિંમત રહી હતી. ઓક્ટોબર મહિનામાં યુકેમાં મકાનની સરેરાશ કિંમત £૨૭૧,૦૦૦ હતી, જ્યારે ઈંગ્લેન્ડમાં ઘરની સૌથી ખર્ચાળ કિંમત £૨૮૩,૦૦૦ની  હતી. વેલ્સમાં મકાનની સરેરાશ £૧૭૨,૦૦૦, સ્કોટલેન્ડમાં £૧૯૪,૦૦૦ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં £૧૩૭,૦૦૦ની કિંમતો હતી. નોર્થ ઈસ્ટમાં મકાનની સૌથી તળિયાની સરેરાશ £૧૫૨,૦૦૦ કિંમતની સામે લંડનમાં સરેરાશ મકાન કિંમત £૫૦૪,૦૦૦ની રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter