નવલા નવરાત્રી મહોત્સવના વધામણાં - નવરાત્રી મહોત્સવ વિશેષ પૂર્તિ

Tuesday 05th September 2017 11:39 EDT
 
 
પ્રિય વાચક મિત્રો અને જાહેરખબરદાતાઅો,

યા દેવી સર્વભૂતેષુ, શક્તિરૂપેણ સંસ્થિતા ।

નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।

નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું પાવન પર્વ. નવરાત્રિ એટલે મા ભગવતીની આરાધનાનો સર્વ શ્રેષ્ઠ સમય. જગતજનની મહિષાસુરમર્દીની મા જગદંબાની આરાધનાના મહાપર્વ નવ દિવસના 'નવરાત્રી મહોત્સવ' શરદીય નવરાત્રિનું મહાત્મ્ય અનેરૂ છે. આગામી તા. ૨૧મી સપ્ટેમ્બર, ૨૦૧૭ ગુરૂવારથી નવલા 'નવરાત્રી મહોત્સવ'નો શુભારંભ થઇ રહ્યો છે. આપણાં લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'માં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નવલા નવરાત્રી પર્વ પ્રસંગે પારંપરિક ગરબા, સ્તુતિ - આરતી, માતાજીની આરાધનાનું મહાત્મ્ય સમજાવતા લેખો તેમજ લંડન સહિત સમગ્ર યુકેમાં કયા કયા સ્થળે નવરાત્રી મહોત્સવના આયોજનો થઇ રહ્યા છે તેની સવિસ્તર માહિતી ધરાવતી 'નવરાત્રી મહોત્સવ વિશેષ પૂર્તિ' આગામી તા. ૧૬મી સપ્ટેમ્બર ૨૦૧૭ તેમજ તા. ૨૩મી સપ્ટેમ્બર ૨૦૧૭ના 'ગુજરાત સમાચાર'ના અંકોમાં પ્રકાશિત કરનાર છીએ.

આપની સંસ્થા, સંગઠન, મંડળ કે પછી મંદિર દ્વારા જો નવરાત્રી મહોત્સવની ઉજવણી, રાસગરબા કે હોમ-હવનનું આયોજન કરવામાં આવનાર હોય તો તેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઇ ભક્તો માતાજીની આરાધનામાં સહભાગી બની શકે તે આશયે આપ તે અંગેની જાહેરખબર વ્યાજબી દરે મૂકી શકો છો. આપ જો રેસ્ટોરંટ, ફરસાણ કે મિઠાઇની દુકાન ધરાવતા હો કે પછી નવરાત્રી ઉત્સવ દરમિયાન ગરબે ઘુમવા લેટેસ્ટ ડિઝાઇનના કે ગામઠી ચણીયા ચોળી, કફની પાયજામા કે પછી પારંપરિક વસ્ત્રો - અલંકારોના વેપાર સાથે સંકળાયેલા હો નવરાત્રિ પૂજા કરાવતા હો તો આપ તે અંગે પણ જાહેરખબર મૂકી આપના વેપારમાં વૃધ્ધી કરી શકો છો. આ પૂર્તિમાં રજૂ થનાર માહિતી આપ સૌને આ નવરાત્રી ઉત્સવની ઉજવણીમાં ખૂબજ મદદરૂપ થશે એવી આશા રાખીએ છીએ.

નવરાત્રી મહોત્સવનું આયોજન કરતા તમામ સંસ્થા, સંગઠન, મંડળ કે પછી મંદિરના સંચાલકોને તેમના દ્વારા થનાર આયોજન અંગેની તમામ માહિતી તા. ૧૨-૯-૨૦૧૭ પહેલા પોસ્ટ દ્વારા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' કાર્યાલય, Karmayoga House, 12 Hoxton market, London N1 6HW પર કે ફેક્સ 020 7749 4081 દ્વારા મોકલી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક: કમલ રાવ 07875 229 211 અથવા તો ઇમેઇલ [email protected] તેમજ કોકિલાબેન પટેલ 07875 229 177 અથવા તો ઇમેઇલ [email protected] પર મોકલી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter