નવી ૫૪ ફ્રી સ્કૂલ્સનો માર્ગ મોકળો

Friday 06th February 2015 10:10 EST
 
 

લંડનઃ આ મહિને નવી ૫૪ ફ્રી સ્કૂલ્સ જાહેર કરવા માટે ટ્રેઝરી ભંડોળની વ્યવસ્થા એજ્યુકેશન સેક્રેટરી નિકી મોર્ગને કરી લીધી છે. લિબરલ ડેમોક્રેટ્સ અને કેટલાંક સિવિલ સર્વન્ટના વિરોધ છતાં પુરોગામી માઈકલ ગોવના સુધારાઓ આગળ વધારવા મોર્ગને ભંડોળ પ્રાપ્ત કર્યું છે.

આગામી ચૂંટણી ટોરી પાર્ટીનો વિજય થાય તો આ વર્ષમાં ૧૫૦ ફ્રી સ્કૂલ્સ ખોલવા પાર્ટીની યોજના છે. સ્થાનિક સરકારના નિયંત્રણોમાંથી બહાર નીકળવાનો વિકલ્પ ૪,૪૦૦ એકેડેમીએ પસંદ કર્યો છે ત્યારે પરંપરાગત સરકારી શિક્ષણ વ્યવસ્થાથી દૂર જવાનું આ વલણ છે. પેરન્ટ્સ અને કોમ્યુનિટી ગ્રૂપ્સને પોતાની શાળાઓ સ્થાપવા દેવાની છૂટ સાથે ૨૦૧૦માં ફ્રી સ્કૂલ્સની શરૂઆત કરાઈ હતી. ઓટમ ૨૦૧૧માં પ્રથમ ૨૪ ફ્રી સ્કૂલ્સ ખુલી હતી અને હાલ તેની કુલ સંખ્યા ૩૩૧ થઈ છે, જે ૧૭૫,૦૦૦ બાળકોને શિક્ષણ આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter