પેન્શનરને £૪.૭ બિલિયનનું ટેક્સ બિલ

Tuesday 03rd February 2015 06:26 EST
 

લંડનઃ સરકારી પેન્શન પર જીવનનિર્વાહ કરતી વૃદ્ધ વ્યક્તિને ૪.૭ બિલિયન પાઉન્ડનું ટેક્સ બિલ મલે ત્યારે કેવો આંચકો લાગે તે સમજી શકાય છે. ડર્બીશાયરમાં શાર્ડલોના નિવાસી ૭૮ વર્ષીય નિવૃત્ત સિવિલ ઈજનેર ડગ યેઓમાન્સને HMRC તરફથી ૯૫૦ મિલિયનના પાંચ માસિક હપ્તામાં ટેક્સ ચુકવી દેવાની માગણી સાથે પત્ર મળ્યો હતો. હબક ખાઈ ગયેલા પેન્શનરે HMRCને ફોન કરતા ‘કોઈ ભૂલ થઈ હશે’નો જવાબ મળ્યો હતો.

યેઓમાન્સે જણાવ્યું હતું કે ‘મેં પત્ર ખોલ્યો અને રકમ જોઈ વિચાર્યું હવે મારે ફૂડ બિલ ઓછું કરવાની શરૂઆત કરવી પડશે. તેઓ મને કદાચ ફૂટબોલર કે અન્ય વ્યક્તિ માનતા હશે. જોકે, ચેલસાની માલિકી ધરાવતા રશિયનને પણ આટલી મોટી રકમ ચુકવવી પોસાય તેમ હું માનતો નથી. મને તો કદાચ £૨૫૫ જેટલી રકમ પોસાય તેમ હું માનું છું. ’ દાદાજીએ ફરિયાદ કરવા માટે યોગ્ય વ્યક્તિનો સંપર્ક કરવામાં પણ ભારે તકલીફ ઉઠાવવી પડી હતી. તેમણે કહ્યું કે, મને લાગે છે કે HMRCના યોગ્ય અધિકારી સાથે વાત કરવા કરતા પોપનો સંપર્ક કરવાનું પણ સરળ હશે. HMRCના પ્રવક્તાએ પેન્શનરની સમસ્યા અંગે દિલગીરી વ્યક્ત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter