પોલીશ હાર્ટ ડોક્ટર અંગ્રેજીની પરીક્ષામાં ત્રણ વખત નાપાસ

Monday 02nd November 2015 07:21 EST
 
 

લંડનઃ બ્રિટનમાં ૨૦૦૬થી ડોક્ટર તરીકે કામગીરી બજાવતા ૫૬ વર્ષીય પોલીશ નાગરિક ડો. ટોમાસ્ઝ ફ્રીલેવિસ્ઝને તેમના અંગ્રેજી ભાષા પરના નબળા કાબુના લીધે યુકે મેડિકલ રજિસ્ટરમાંથી નામ ગુમાવવું પડશે. ભાષાકીય અંકુશોનો સામનો કરનારા તેઓ પ્રથમ યુરોપીય વિદેશી હંગામી ડોક્ટર છે. જોકે, જનરલ મેડિકલ કાઉન્સિલે તેમને અંગ્રેજી ભાષા સુધારવા ૧૨ મહિનાની મુદત આપી છે. આ પછી તેમણે ફરી પરીક્ષા આપવાની રહેશે.

અગાઉ બે હોસ્પિટલોએ તેમની હકાલપટ્ટી કરી છે. તેઓ હવે ઓક્સફર્ડની જ્હોન રેડક્લિફ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગમાં કામની ઓફર કરાઈ છે, જ્યાં તેઓ સુપરવિઝન હેઠળ કામ કરી શકે છે. તેમણે અંગ્રેજી ભાષામાં ૨૫૦ કલાક લેસન્સ લેવાની પણ ખાતરી આપી હતી.

પોલીશ હાર્ટ ડોક્ટર ફ્રીલેવિસ્ઝને ગયા વર્ષે ભાષાકીય આપવાની ફરજ પડી હતી. તેઓ પાંચ મહિનામાં ત્રણ વખત ઈંગ્લિશ ભાષાની પરીક્ષામાં નાપાસ થયા હતા. તેમની અંગ્રેજી ભાષા સમજવાની નબળાઈ દર્દીઓ માટે જોખમ બની શકે તેવી ચિંતા વ્યક્ત થયા પછી તેમણે ઈન્ટરનેશનલ ઈંગ્લિશ લેન્ગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ (IELTS) હેઠળ અંગ્રેજી બોલવા, સાંભળવા, વાંચવા અને લખવાની પરીક્ષા આપવી પડી હતી. જોકે, તેઓ સફળ થઈ શક્યા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter