પ્રેમી દ્વારા અપહરણ અને દુષ્કર્મની ખોટી વાત ઘડનારી બેરિસ્ટરને જેલ

Wednesday 01st December 2021 04:59 EST
 
 

લંડનઃ  ૩૩ વર્ષીય મહિલા બેરિસ્ટર એહમદને જજ મનાઈકલ ગ્લેડહિલ QCએ ઓછામાં ઓછી ચાર વર્ષ છ મહિના અને દસ દિવસ સાથે આજીવન કેદની સજા ફરમાવી હતી. તેણે પોતાનું અપહરણ સ્ટેબિંગ અને દુષ્કર્મ થયું હોવાનું જૂઠ્ઠાણું ચલાવ્યું હતું. પરંતુ, અપીલ કોર્ટના જજીસે દસ વર્ષની જેલ સાથે તેને આજીવન કેદની સજા અને આજીવન રિસ્ટ્રેઈનિંગ ઓર્ડર ફરમાવ્યો હતો.      
૨૦૧૪માં તેના પ્રેમી અને સાથે કામ કરતા બેરિસ્ટર ઈકબાલ મોહમ્મદ પરિણિત હોવાનું તેને જાણવા મળ્યું ત્યારથી તેણે આ ષડયંત્ર શરૂ કર્યું હતું. તેને છેતરાઈ હોવાની લાગણી થઈ હતી અને ઈકબાલને વ્યાવસાયિક અને વ્યક્તિગત બન્ને રીતે બરબાદ કરવા યોજના ઘડીને તેને અમલમાં મૂકીને બદલો લીધો.  
તેને જેલની સજા થઈ તે જાણીને મોહમ્મદે જણાવ્યું કે BBC ડોક્યુમેન્ટરીને લીધે તેમને લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા હશે તેવું તેમને લાગ્યું હતું. એહમદે પીડિતની પત્ની તથા તેના સહયોગીઓને તેમના પ્રેમપ્રકરણના અંગત મેસેજિસ પણ મોકલ્યા હતા. તેણે હેડ ઓફ ચેમ્બર્સને ઈમેલ કરીને મોહમ્મદની સત્યનિષ્ઠાની તપાસની માગ કરી હતી.
તેણે પોતાના દાવાના સમર્થનમાં પીડિત તેને ધમકાવતો હોય તેવા નકલી ઈમેલ પણ બનાવ્યા હતા. મોહમ્મદની તેમની ચેમ્બરમાંથી ધરપકડ કરાઈ હતી અને સાત કલાક સુધી અટકમાં રખાયા હતા.
તેમની ચેમ્બર દ્વારા આઈટી નિષ્ણાતોને કમ્પ્યુટર્સ ચેક કરવા જણાવાયું હતું. તેમાં તેમને ખ્યાલ આવ્યો કે ઈમેલના ખોટા પૂરાવા ઉભા કરાયા હતા અને પોલીસે હેરાનગતિ કરવા માટે એહમદની ધરપકડ કરી હતી. પાછળથી તેણે કબૂલ્યું હતું કે તેણે નકલી ઈમેલ ઉભા કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter