ફાયર સેફ્ટીના ભંગ બદલ દંડ

Tuesday 24th March 2015 07:06 EDT
 

લંડનઃ આગ સામે સલામતીના કાયદાઓના ભંગ અને મહેમાનોની જિંદગી જોખમમાં મૂકવા બદલ બેઝવોટરસ્થિત રેડનોર હોટેલના પૂર્વ માલિક અને મેનેજર સલીમ પટેલને બેઈલી કોર્ટે £૨૦૦,૦૦૦નો દંડ અને £૨૯,૯૨૨ કોર્ટ ફીના ચુકવવા આદેશ કર્યો છે.

લંડન ફાયર બ્રિગ્રેડને પ્રથમ વખત આટલો મોટો દંડ મળશે. ફાયર ઈન્સ્પેક્ટરોએ અનેક વખત હોટેલની મુલાકાત લીધી હતી, જેમાં ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ થતો જણાયો હતો. સલામતી વધારવા અપાયેલી ચેતવણીની પણ કોઈ અસર થઈ ન હતી. જજ કેનેડીએ મેનેજર પટેલને ચાર મહિનાની જેલની સજા પણ ફરમાવી હતી, જે ૧૮ મહિના માટે મુલતવી રખાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter