લંડનઃ ૧૫ વર્ષીય મેગન લીએ પોતાને નટની એલર્જી હોવાનું રોયલ સ્પાઈસ ટેકઅવેને જણાવ્યું હોવાં છતાં તેની અવગણના કરી તેને નટ સાથેનું ફૂડ અપાયું હતું. આ ફૂડ ખાતાં તેને રિએક્શન આવ્યું હતું અને અસ્થમાના એટેકમાં ઓસ્વાલ્ડવિસલ લેન્કસ જતાં રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું.
આ કિસ્સામાં ટેકઅવેના માલિક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી. આ બન્નેને બેદરકારી બદલ ગુનેગાર ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે ૪૦ વર્ષીય માલિક મોહમ્મ્દ અબ્દુલ કુદુસને બે વર્ષની અને મીલની ડિલિવરી કરનાર ૩૮ વર્ષીય મેનેજર હારુન રશીદને ત્રણ વર્ષની જેલની સજા ફરમાવી હતી.