ફ્યુલના ગેરકાયદે વેચાણ બદલ સજા

Tuesday 16th February 2016 14:19 EST
 
 

લંડનઃ વાહનચાલકોને હજારો લિટર ગેરકાયદે ડિઝલનું વેચાણ કરી આશરે ૨૦૦,૦૦૦ પાઉન્ડના ટેક્સની ચોરી કરવા બદલ બ્લેકબર્નના પેટ્રોલ સ્ટેશનના માલિક નવાઝ જાન વિરમાનીને પ્રેસ્ટન ક્રાઉન કોર્ટે નવ ફેબ્રુઆરીએ ૧૬ મહિનાની જેલની સજા ફરમાવી છે. HMRCના અધિકારીઓએ જૂન ૨૦૧૩માં તેના શેડ્સવર્થ રોડ સર્વિસ સ્ટેશન પર દરોડો પાડી ૨,૮૪૩ લિટર ડિઝલનો ગેરકાયદે જથ્થો જપ્ત કર્યો હતો.

વિરમાનીએ યુકે એક્સાઈઝ ડ્યુટી ટાળવા ૨૧૨,૪૫૦ લિટર ફ્યુલના બનાવટી ઈનવોઈસીસ તૈયાર કર્યા હતા તેમજ વધુ ૧૨૬,૭૯૧ લિટર માટે કાનૂની પેપરવર્ક ન હતું. ફ્યૂલ ફ્રોડના કારણે દર વર્ષે લાખો પાઉન્ડ ગુમાવવા પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter