બેન્ક ઓફ બરોડા દ્વારા પ્રકાશના ઉત્સવ દીપાવલિની ઉજવણી

Wednesday 26th October 2016 06:38 EDT
 
 

લંડનઃ બેન્ક ઓફ બરોડા, યુકે ઓપરેશન્સ દ્વારા પાર્ક લેનની શેરેટન ગ્રાન્ડ લંડન ખાતે આયોજિત સમારંભમાં નાણાકીય સંસ્થાઓ, બેન્કો અને કસ્ટમર્સની ઉપસ્થિતિમાં ગુરુવાર, ૧૩ ઓક્ટોબરે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં લોર્ડ સ્વરાજ પોલ, જી.પી. હિન્દુજા, બેન્ક ઓફ બરોડાના ચીફ એક્ઝિક્યુટિવ ધીમંત ત્રિવેદીએ ખાસ હાજરી આપી હતી.

પ્રકાશનો ઉત્સવ દિવાળી ‘અશુભની તાકાત અને સત્તા ગમે તેટલી હોય, માત્ર શુભનો વિજય થાય છે’ તેવા શુભસંદેશ સાથે લોકોમાં સંપ લાવે છે. દીપાવલિનો તહેવાર અંધકાર અને નકારાત્મકતામાં પ્રકાશ પાથરવા સાથે આનંદ અને સકારાત્મકતા લાવે છે. ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર દીપ પ્રાગટ્ય, ગણેશવંદના સાથે આ કાર્યક્રમનો આરંભ કરાયો હતો. આ પછી, દેવી વિશે ભારતીય શાસ્ત્રીય નૃત્યો તેમજ બોલીવૂડ સંગીતના મનોરંજને કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા.

બેન્ક ઓફ બરોડા વિશ્વના ૨૫ દેશોમાં કાર્યરત ભારતની આંતરરાષ્ટ્રીય બેન્ક છે, જે તેના ૧૦૯મા વર્ષમાં વિશ્વના લાખો ગ્રાહકોને સેવા આપે છે. બેન્કનું વ્યાપક અને એક સદીનું દીર્ઘ વૈશ્વિક અસ્તિત્વ ગ્રાહકો અને સ્ટેકહોલ્ડર્સના વિશ્વાસનું જીવંત પ્રતીક છે.

બેન્ક ઓફ બરોડાનો ૧૯૫૭માં યુકેમાં પ્રવેશ થયો હતો અને ફોરેક્સ હાઉસમાંથી ઉત્તરોત્તર ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશનમાં વિકાસ થયો હતો. લંડન વૈશ્વિક ફાઈનાન્સિયલ કેન્દ્ર છે અને બેન્કના યુકે ઓપરેશન્સમાં મુખ્યત્વે ઈન્ટિગ્રેટેડ ટ્રેઝરી ઓપરેશન્સ, ઈન્ટરનેશનલ બિઝનેસ એન્ડ ગ્લોબલ સીન્ડિકેશન સેન્ટરનો સમાવેશ થાય છે, જે ચાવીરુપ ભૂમિકા સુપેરે નિભાવે છે. ડિજિટલ પ્રોડક્ટ્સના મિશ્રણ સાથે બેન્કનો રીટેઈલ બેઝ પણ વિસ્તર્યો છે.

મિ. ધીમંત ત્રિવેદીએ આમંત્રિતોનું સ્વાગત કર્યું હતું અને બેન્ક વતી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સ્પર્ધાની પ્રસ્થાપિત ફીલોસોફીની સામે બેન્કની વિન-વિન ફીલોસોફીની સમજ આપી હતી. તેમણે ગ્રાહકો અને સ્ટેકહોલ્ડર્સના વિશ્વાસ અને શ્રદ્ધાનો સ્વીકાર કરવા સાથે બેન્ક તેને અનુરુપ કાર્ય કરવા મક્કમ નિર્ધાર ધરાવતી હોવાની ખાતરી આપી હતી.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter