બ્રિટનમાં રામ મંદિરના ભૂમિપૂજનની ઉજવણી

Thursday 13th August 2020 05:23 EDT
 
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ ઓગસ્ટ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. દેશ-વિદેશમાં આ પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બ્રિટનમાં પણ ભારતીય સમુદાયે હાથમાં હોર્ડિંગ્સ અને મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી. યુકેમાં કોરોનાના કારણે એક સ્થળે એકઠાં થવા પર મનાઈ છે ત્યારે ભારતીયોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઉજવણી કરી હતી. લંડનના હેરો પાર્ક ખાતે એક ગુજરાતી ગ્રુપે રામ મંદિરના ભૂમિપૂજન પ્રસંગની ઉજવણી કરી હતી. જેમાં ભારતીયોએ જયશ્રી રામના નારા સાથે લાડુના પ્રસાદનું વિતરણ કર્યું હતું આ ઉપરાંત બ્રિટનમાં વસતાં ભારતીય લોકોએ સાંજે ઘરે દીપ પ્રગટાવ્યા હતા. અમુક જગ્યાએ સંધ્યા આરતીનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

(તસવીર સૌજન્ય - સૂર્યકાન્ત જાદવા)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter