બ્રિટિશ એશિયનોને બજેટમાં ટેક્સ ક્રેડિટમાં કાપની ખરાબ અસર

Tuesday 14th July 2015 05:48 EDT
 

લંડનઃ બ્રિટનની વંશીય લઘુમતી કોમ્યુનિટીઝને બજેટમાં ટેક્સ ક્રેડિટમાં કાપની સૌથી ખરાબ અસર નડશે તેમ સત્તાવાર ડેટા જણાવે છે. વર્તમાન પદ્ધતિ હેઠળ ઓછી કમાણી ધરાવતા પરિવારને ઘરમાં રહેતાં દરેક બાળકદીઠ વધારાની રકમ મળે છે. ચાન્સેલર ઓસ્બોર્ને વેલ્ફેર બજેટમાંથી £૧૨ બિલિયનની બચત કરવા ટેક્સ ક્રેટિડ્સ અને હાઉસિંગ બેનિફિટ્સના કાપનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. તાજેતરના સરકારી ડેટા અનુસાર મોટા પરિવાર અને ઓછી કમાણી ધરાવતાં પાકિસ્તાની અને બાંગલાદેશી પરિવારો ૧૦ ટકા ટેક્સ ક્રેડિટ્સ મેળવે છે, જ્યારે અશ્વેતોને ૬ ટકા ટેક્સ ક્રેડિટ્સ મળે છે. સરેરાશ બે ટકા ટેક્સ ક્રેડિટ્સ ક્લેઈમ્સ વ્હાઈટ બ્રિટિશર્સ કરે છે, જ્યારે ભારતીયો સૌથી ઓછી ટેક્સ ક્રેડિટ્સ મેળવે છે.

રેસ ઈક્વલિટી થિન્કટેન્ક રનીમેડના ડિરેક્ટર અને ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સમાં એથનિક માઈનોરિટી એડવાઈઝરી ગ્રૂપના સભ્ય ઓમર ખાને જણાવ્યું હતું કે ટેક્સ બેનિફિટ્સમાં કાપથી જાતીય અસમાનતાઓને અનિવાર્યપણે અસર થશે અને કદાચ બાળ ગરીબી વધશે. શહેર આધારિત વિશ્લેષણ દર્શાવે છે કે બિનગોરી વસ્તીનું ઊંચુ પ્રમાણ હોય તેવાં સ્થળોએ ઊંચા બેનિફિટ્સ મળે છે, જે આ ચાર્ટ પરથી જોઈ શકાય છેઃ

શહેર% બિનગોરી વસ્તીપરિવારોના % ટેક્સ ક્રેડિટસરેરાશ મૂલ્ય(કાર્યરત-

બેરોજગાર)

બ્રેડફર્ડ ૪૬.૯૪૬.૩£૭૬૫૯

બ્રેડફર્ડ વેસ્ટ૬૨.૯૬૩.૫£૭૮૭૨

બ્લેકબર્ન૪૦.૭૪૩.૫£૭૩૨૦

બર્મિંગહામ

હોજ હિલ૬૪.૩૫૪.૮£૮૩૮૭

બર્મિંગહામ

હોલ ગ્રીન૬૪.૫૪૩.૯£૮૦૫૩

ટોટેનહામ૪૯.૯૪૨.૭£૭૧૦૪

વેસ્ટ હામ૬૫.૫૪૭.૯£૬૮૮૪

ઈસ્ટ હામ૭૬.૯૪૭.૫£૭૩૪૨

પીટરબરા૨૨.૬૪૩.૦£૬૬૮૩

લેસ્ટર ઈસ્ટ૬૮.૬૪૪.૩£૬૭૨૭

સેન્સસ ૨૦૧૧ અનુસાર બ્લેકબર્નમાં ભારતીય મૂળના આશરે ૨૦,૦૦૦ અને પાકિસ્તાની મૂળના આશરે ૧૮,૦૦૦ લોકો છે. વસ્તીનો ૦.૪ ટકા હિસ્સો હિન્દુ છે, જ્યારે મુસ્લિમો ૨૭ ટકા છે. લેસ્ટરમાં ભારતીય મૂળના ૨૮.૩ ટકા લોકો છે, જ્યારે પાકિસ્તાની મૂળના ૨.૩ ટકા લોકો છે. બર્મિંગહામમાં ૩ ટકા બાંગલાદેશી, ૬ ટકા ભારતીય અને ૧૩.૫ ટકા પાકિસ્તાની છે. લંડનના ન્યૂહામ બરો (વેસ્ટ હામ અને ઈસ્ટ હામ)માં ૧૩.૮ ટકા ભારતીય, ૯.૮ ટકા પાકિસ્તાની અને ૧૨.૧ ટકા બાંગલાદેશી લોકો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter