બ્રેન્ટ અને હેરોના મેમ્બર તરીકે કૃપેશ હિરાણી વિજયી બન્યા

Tuesday 11th May 2021 17:02 EDT
 
 

લંડન એસેમ્બલીની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કૃપેશ હિરાણી બ્રેન્ટ અને હેરોના મેમ્બર તરીકે ૨૧,૦૦૦ મતની સરસાઈથી વિજયી થયા હતા. કૃપેશ મૂળ કેરા ગામના છે અને આ પદે પહોંચનારા સૌ પ્રથમ કચ્છી છે.

વિજેતા બન્યા પછી બ્રેન્ટ અને હેરોના મતદારોનો તેમણે આભાર માન્યો હતો .તેમણે જણાવ્યું કે લંડનની જવાબદારી આ રીકવરી સૌને માટે વ્યાજબી હોય અને જોબ્સ તથા બિઝનેસીસને સુનિશ્ચિત કરવાની છે.

૨૦૧૦થી બ્રેન્ટ કાઉન્સિલર તરીકે સેવા આપી રહેલા કૃપેશ બ્રિટનમાં લેબર પાર્ટી તરફથી ચૂંટણી લડતા આવ્યા છે. છેલ્લાં ૨૦ વર્ષથી હેરોમાં વોલન્ટિયર તરીકે સેવા આપી રહેલા કૃપેશ હિરાણીએ તેમનું અત્યાર સુધીનું જીવન બ્રેન્ટમાં જ વીતાવ્યું છે. તેઓ ભારતીય હિંદુઓમાં લોકપ્રિય છે.

હિંદુઓના હિત માટે સતત જાગ્રત કૃપેશ હિરાણીએ કન્ઝર્વેટિવ પાર્ટીના મહિલા ઉમેદવારને હરાવ્યા હતા. તેમને ભવિષ્યમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં સાંસદ બનવાની તક ઉભી થઈ છે.

લંડન એસેમ્બલીના મેમ્બરો મેયર કેબિનેટમાં કામ કરે છે અને શહેરનું સંચાલન કરે છે. તેઓ આ મહત્ત્વપૂર્ણ પદે ચૂંટાતા કચ્છનું ગૌરવ વધ્યું છે. વિવિધ ક્ષેત્રના ભારતીયો - સ્થાનિકોએ તેમને વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમની જીતથી બ્રિટનમાં વસતા કચ્છીઓ, લેવા પટેલ કોમ્યુનિટી, સ્વામીનારાયણ મંદિરો અને સનાતન હિંદુધર્મીઓમાં ઉત્સાહની લાગણી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter