ભારત-બ્રિટિશ સંબંધો વિશે જાહેર વાર્તાલાપ

Wednesday 04th November 2015 06:36 EST
 
 
લંડનઃ ‘ગુજરાત સમાચાર-એશિયન વોઈસ’ અને રેમીડિયા (RAYMEDIA) દ્વારા ભારત અને બ્રિટિશ સંબંધોની સ્થિતિ વિશે જાહેર વાર્તાલાપનું આયોજન ગુરુવાર, પાંચ નવેમ્બરે કરવામાં આવ્યું છે, જેનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. સાંજના ૬.૩૦થી આરંભ થનારા આ વાર્તાલાપનું સ્થળ રોયલ ઓવર-સીઝ લીગના પ્રિન્સેસ એલેકઝાન્ડ્રા હોલ છે, જે પાર્ક પ્લેસ, સેન્ટ જેમ્સ સ્ટ્રીટ નજીક London SW1A 1LR ખાતે આવેલ છે. આ કાર્યક્રમનું આયોજન ROSLના સહયોગથી કરાઈ રહ્યું છે અને ‘ગુજરાત સમાચાર-એશિયન વોઈસ’ તેના યુકે મીડિયા પાર્ટનર છે. આ કાર્યક્રમમાં વક્તાપદે પૂર્વ બ્રિટિશ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ સર વિન્સ કેબલ, ભારતના પૂર્વ ફોરેન સેક્રેટરી તેમ જ કોમનવેલ્થના ડેપ્યુટી સેક્રેટરી જનરલ અને એમ્બેસેડર ક્રિશ્નન શ્રીનિવાસન અને પ્રોફેસર લોર્ડ ભીખુ પારેખનો સમાવેશ થાય છે. આ વાર્તાલાપમાં અન્ય નિષ્ણાતો પણ સામેલ થશે.આ વાર્તાલાપના કેન્દ્રસ્થાને સર વિન્સ કેબલના તાજેતરમાં પ્રસિદ્ધ પુસ્તક ‘After The Storm’ના ભારત સંબંધિત અંશો હશે. આ પુસ્તકની નકલો કાર્યક્રમના સ્થળે ખાસ કિંમતે પ્રાપ્ય બનશે. વાર્તાલાપ પછી ડ્રિન્ક્સ રિસેપ્શનમાં સામેલ થવા આપ સહુને વિનંતી છે.‘ગુજરાત સમાચાર-એશિયન વોઈસ’ અને રેમીડિયા (RAYMEDIA) આપનું સ્વાગત કરતા હર્ષ અનુભવશે. મહેરબાની કરી આમંત્રણનો સ્વીકાર (RSVP) કરવા [email protected] ને ઈમેઈલ કરશો.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter