ભારતીય બેન્કો વિજય માલ્યાને નાદાર જાહેર કરાવવા લંડન કોર્ટના આશરે

Sunday 22nd December 2019 05:18 EST
 
 

લંડનઃ ભારતીય બેન્કોના આશરે ૯,૧૦૦ કરોડ રુપિયા લઈને ફરાર થયેલા ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાની મુસીબતો ફરી વધવાની છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયના નેતૃત્વમાં ૧૨ જેટલી ભારતીય સરકારી બેન્કોના સમૂહે બ્રિટનની હાઈ કોર્ટમાં વિજય માલ્યાને આશરે ૧.૧૫ બિલિયન પાઉન્ડ (૧.૫૨ બિલિયન ડોલર)નું દેવું નહિ ચૂકવવાના આરોપમાં નાદાર જાહેર કરવાનો આદેશ આપવા ફરી અપીલ કરી છે. માલ્યાએ તેની વિરુદ્ધ પ્રત્યર્પણની કાર્યવાહીના વિરોધમાં કરેલી અપીલની સુનાવણી ફેબ્રુઆરીમાં થશે.

૧૨ બેન્કો અને એક એસેટ રિકન્સ્ટ્રકશન કંપનીએ વિજય માલ્યાને દેવાળિયો જાહેર કરવા કરેલી અરજીને આ લાંબી લડતનો છેલ્લો રસ્તો માનવામાં આવે છે. માલ્યાએ બેન્કો રાતી પાઈ પણ ચૂકવી નથી અને તે ભારતમાંથી ભાગીને બ્રિટન પહોંચી ગયો છે. લંડન હાઇકોર્ટની બેન્કરપ્સી શાખામાં ન્યાયાધીશ માઇકલ બ્રિગ્સની કોર્ટમાં આ મુદ્દે સુનાવણી થઈ હતી.

વિજય માલ્યાની કિંગફિશર એરલાઈન્સ ૨૦૧૨માં બંધ થઈ ચૂકી છે અને બેન્કોએ આપેલી ૧.૩ બિલિયન ડોલરની લોન ડૂબી ગઈ છે ત્યારે બેન્કો એરલાઈન્સની સંપત્તિ વેચીને નાણાં મેળવવા માગે છે. આ માટે તેમણે બ્રિટનમાં વિજય માલ્યાની સંપતિ જપ્ત કરવા અરજી કરી છે. અરજદાર બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઉપરાંત, બેન્ક ઓફ બરોડા, કોર્પોરેશન બેન્ક, ફેડરલ બેન્ક, આઇડીબીઆઈ બેન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક, પંજાબ એન્ડ સિંધ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, યુકો બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને જે. જેમ. ફાઈનાન્શિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની પ્રા. લિમિ.નો સમાવેશ થાય છે.

બેન્કરપ્સી પિટિશન બ્રિટનમાં કરવા પાછળનું કારણ છે કે માલ્યા ૨૦ વર્ષથી યુનાઇટેડ કિંગ્ડમમાં રહે છે અને આ દેશમાં તેની અનેક સંપત્તિમાં લંડનના રિજન્ટ્સ પાર્કમાં ૩૦ મિલિયન પાઉન્ડથી વધુ કિંમતનું ટાઉનહાઉસ, હર્ટફોર્ડશાયરમાં ૧૩ મિલિયનનું મેન્શન, ત્રણ યોટ અને ફોર્સ ઇન્ડિયા ફોર્મ્યુલા વન ટીમ લિમિટેડના શેરનો સમાવેશ થાય છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter