ભાવેશ સોલંકીને સગીર છોકરીને લલચાવવા માટે ૧૫ માસની જેલ

Monday 02nd January 2017 09:42 EST
 

લંડનઃ પોતાની નગ્ન તસવીરો મોકલવાં ૧૪ વર્ષીય સ્કૂલગર્લને લલચાવી જાતીય ઉશ્કેરણીના ગુનામાં પ્રેસ્ટન ક્રાઉન કોર્ટે ૨૯ વર્ષના આરોપી ભાવેશકુમાર સોલંકીને ૧૫ મહિનાના જેલવાસની સજા ફરમાવી છે. આ ઉપરાંત, જજ જેમ્સ એડકિને તેને ૧૦ વર્ષ માટે સેક્સ ઓફેન્ડર્સ રજિસ્ટરમાં સહી કરવાનો પણ આદેશ કર્યો હતો.

લિન્ક્સ ગેટ, ફુલવૂડ, પ્રેસ્ટનના ભાવેશ સોલંકીએ કોર્ટ સમક્ષ ૧૬ વર્ષથી ઓછી વયની બાળાને ઈરાદાપૂર્વક જાતીય પ્રવૃત્તિમાં જોડાવાની ઉશ્કેરણી તેમજ તેને લલચાવ્યા પછી જાતીય કૃત્ય આચરવા માટે મળવાના પ્રયાસોના ગુનાની કબૂલાત કરી હતી. આ ગુનો ૩થી ૬ ઓક્ટોબર,૨૦૧૫ વચ્ચે આચરાયાની રજૂઆત કોર્ટ સમક્ષ કરાઈ હતી. કોર્ટની કાર્યવાહી દરમિયાન તેના પરિવારજનો પબ્લિક ગેલેરીમાં હાજર હતા અને સોલંકી જમીન તરફ નજર કરીને ઉભો રહ્યો હતો.

પ્રોસિક્યુટર પોલ ક્યુમિંગ્સે જણાવ્યું હતું કે ૧૪ વર્ષની છોકરીને ફેસબૂક પર ફ્રેન્ડ બનાવ્યા પછી તેણે જાતીય કૃત્યની તૈયારીરૂપે કોન્ડોમની ખરીદી કરી હતી પરંતુ, પોલીસે તેને ઝડપી લીધો હતો. જોકે, બચાવપક્ષે ધારાશાસ્ત્રી અહમદ નદીમે કહ્યું હતું કે તેણે કબૂલાતમાં આગળ આવવામાં જરા પણ પીછેહઠ કરી નહિ, તે જ તેનો દોષ હતો. જોકે, તેણે પોતાની ઉંમરે પરિપક્વતા દર્શાવવી જોઈતી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter