ભૂલકણાં ખરીદારોની મોટી લહાણી

Monday 19th October 2015 07:16 EDT
 
 

લંડનઃ ભૂલકણાં ખરીદારો મોટા સુપરમાર્કેટ્સના સેલ્ફ સર્વિસ ગલ્લાઓમાં ભૂલથી દર વર્ષે અંદાજે £૨.૫ મિલિયનની રકમ છોડી જાય છે. આ રીતે ભૂલાયેલી રકમનું શું કરવું તેની નીતિ ઘડવાની સુપરમાર્કેટ્સને ફરજ પડાઈ છે. એક અંદાજ અનુસાર બ્રિટનના સુપરમાર્કેટ્સ અને હાઈ સ્ટ્રીટ દુકાનોમાં થઈ અંદાજે ૪૨,૦૦૦થી વધુ સેલ્ફ-સ્કેન ટિલ્સ એટલે કે ગલ્લાં છે.

ખરીદારો આવા સેલ્ફ સર્વિસ ગલ્લાંમાં નાણા ચુકવ્યા પછી પરત મેળવવાની થતી રકમ લેવાનું ભૂલી જાય છે. ટીપે ટીપે સરોવર ભરાય તે હિસાબે આ નાની લાગતી રકમ વર્ષે અંદાજે £૨.૫ મિલિયન જેટલી થાય છે. ખરીદારોએ કેશ ટ્રેમાં પાછી મૂકાતી રકમની નોટ્સ અને સિક્કા પાછાં લઈ લેવાની ચેતવણી આપતી ઝબૂકિયા લાઈટ્સ થતી હોવાં છતાં ખરીદારો નાણા લીધા વિના જ આગળ વધી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter