મહિલાના બાયોનિક હાથનો કરિશ્મા

Monday 22nd June 2015 05:45 EDT
 
 

લંડનઃ બ્રિટિશ મહિલા નિકી એશવેલ જન્મ પછી પહેલી વખત બન્ને હાથનો ઉપયોગ કરવા સમર્થ બની છે. પ્રોસ્થેટિક નિષ્ણાતો દ્વારા નિર્મિત લગભગ જીવંત લાગતા બાયોનિક હાથની મદદથી લંડનની ૨૯ વર્ષીય નિકીએ પહેલી વખત સાઈકલ ચલાવી ત્યારે તેને ભારે ખુશી થઈ હતી. જોકે, તેણે કહ્યું હતું કે બન્ને હાથથી પર્સ ખોલવા કે કટલરીના ઉપયોગ સહિતના નાના કાર્યો કરી શકવાથી તેને આશ્ચર્ય થાય છે.

જમણા હાથ વિના જન્મેલી એશવેલને અગાઉ કોસ્મેટિક પ્રોસ્થેટિક હાથ લગાવાયો હતો, પરંતુ તેને હલાવી શકાતો ન હતો. સ્ટીપર કંપનીને ફોર્મ્યુલા વન ટેકનોલોજીના ઉપયોગથી લગભગ જીવંત બાયોનિક હાથ બનાવવામાં સફળતા મળી હતી. ચોકલેટના બાર જેટલું જ વજન ધરાવતા હાથનું નિર્માણ સ્ત્રીઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter