લંડનઃ સોશિયલ મીડિયા મારફતે પેરિસ હુમલાની પ્રશંસા કરતા સાહિત્યને મોકલવાના એક કેસની મુદત ૨૧ વર્ષીય શકમંદ આતંકી તહા હુસેન રમજાનના રોજા રાખી શકે તે માટે લંબાવી આપી હતી. હુસેન પર પેરિસ આતંકી અત્યાચારને બિરદાવતી સામગ્રી ડાઉનલોડ કરવાનો આરોપ છે. જજ પોલ ડોજસને જણાવ્યું હતું કે ૧૯ કલાક ખાધાપીધા વગર હું કેવી રીતે રહી શકું તે મારે મારા માટે વિચારવું જોઈએ.
હુસેન પર ‘પેરિસ આઉટરેજઃ એ મુસ્લિમ પર્સ્પેક્ટિવ’ અને ‘ચાર્લી હેબ્દો ટુ જાગ્રીતી’ એમ બે વોટ્સએપ ફાઈલ્સ એન્ક્રિપ્ટેડ ટેલિગ્રામ મેસેજિંગ સર્વિસ પર મોકલવાનો આરોપ છે. તાજેતરમાં વીડિયો લીંક દ્વારા કોર્ટ સમક્ષ હાજર થયેલા હુસેને ત્રાસવાદી સાહિત્યનો પ્રસાર કરવાના ૧૦ કાઉન્ટ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. મૂળ તો સુનાવણી ૩૦ મેના રોજની હતી પરંતુ જજે તે લંબાનીને ૨૬ જૂન અથવા ૧૦ જુલાઈ રખાશે તેમ જણાવ્યું હતું.

