વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં ઈન્ડિયા ફેસ્ટિવલ

Tuesday 10th February 2015 04:39 EST
 

લંડનઃ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ દ્વારા આ ઓટમમાં ૨૦૧૫ ઈન્ડિયા ફેસ્ટિવલનું આયોજન કરાશે. ઈન્ડિયા ફેસ્ટિવલ મ્યુઝિયમની નહેરુ ગેલેરી ખોલાયાની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનાર છે.

નહેરુ ગેલેરીમાં V&Aના ૧૬થી ૧૯મી સદીના સૌથી મહત્ત્વપૂર્ણ સાઉથ એશિયન કલાસંગ્રહના નમૂનાઓ રજૂ કરાય છે. ફેસ્ટિવલમાં બે મુખ્ય પ્રદર્શનો ‘ફેબ્રિક ઓફ ઈન્ડિયા’ અને ‘બીજ્વેલ્ડ ટ્રેઝર્સઃ ધ અલ થાની કલેક્શન’નો સમાવેશ કરાશે. ‘ફેબ્રિક ઓફ ઈન્ડિયા’ પ્રદર્શન ૩ ઓક્ટોબર ૨૦૧૫થી ૧૦ જાન્યુઆરી ૨૦૧૬ સુધી ભારતના હાથવણાટના કાપડના સમૃદ્ધ વિશ્વની રજૂઆત કરાશે. જ્યારે ૨૧ નવેમ્બર ૨૦૧૫થી ૨૮ માર્ચ ૨૦૧૬ સુધી ચાલનારા ‘બીજ્વેલ્ડ ટ્રેઝર્સઃ ધ અલ થાની કલેક્શન’ પ્રદર્શનમાં ભારતીય ઉપખંડમાં જ્વેલરીની પરંપરાથી પ્રેરિત ૧૦૦ જેટલા નોંધપાત્ર નમૂના રજૂ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter