વિદેશી વિદ્યાર્થીની ભરતીનું લાયસન્સ સસ્પેન્ડ

Tuesday 03rd March 2015 05:15 EST
 

લંડનઃ બ્રિટનની હોલબોર્ન, લંડનસ્થિત સૌથી મોટી ખાનગી કોલેજ સેન્ટ પેટ્રિક’સ કોલેજને વિદેશમાંથી વિદ્યાર્થીઓની ભરતી કરવાનું લાયસન્સ હોમ ઓફિસે સસ્પેન્ડ કર્યું છે. યુકેની અન્ય કોઈ ખાનગી કોલેજની સરખામણીએ આ કોલેજના વિદ્યાર્થીઓને ૨૦૧૩-૨૦૧૪ના વર્ષમાં જાહેર લોન્સ અને ગ્રાન્ટ્સ તરીકે સૌથી વધુ £૯૭.૫ મિલિયન મળ્યાં હતાં.

એક જ વર્ષમાં જાહેર ભંડોળ મેળવતાં તેના વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્યથી વધી ૪,૦૦૦ થઈ હતી. આ વિદ્યાર્થીઓને ખોટી રીતે પ્રવેશ અપાયો હતો કે કેમ તેની હવે તપાસ કરાશે. કોમન્સ પબ્લિક એકાઉન્ટ્સ કમિટીને જણાયું હતું કે બ્રિટિશ કોલેજોમાં અબ્યાસ કરતા અને નિવાસી દરજ્જા મારફત પોતાની લાયકાત સાબિત ન કરી શકેલા ઈયુ વિદ્યાર્થીઓને £૩ મિલિયનથી વધુ ચુકવણી કરાઈ હતી. ઘણાં વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો ન હતો અને કેટલાંક આવશ્યક સ્તર અનુસાર ઈંગ્લિશ બોલી શકતા ન હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter