લંડનઃ કિંગ્સબરીના યાથુકુલાન પાસ્કરમૂર્થીએ લોકપ્રિય વેસ્ટ એન્ડ નાઈટ ક્લબ ટાઈગર ટાઈગરમાં ૧૯ વર્ષીય વિદેશી સ્ટુડન્ટ પર સેક્સ હુમલાની સધર્ક ક્રાઉન કોર્ટ સમક્ષ કબૂલાત કરી હતી. માત્ર ચાર દિવસથી યુકે આવેલી યુવતી પર આ જાતીય હુમલો ૧૭ સપ્ટેમ્બરે કરાયો હતો. આ બદલ તેને ૨૩ નવેમ્બરે જેલની સજાની જાહેરાત થઈ શકે છે.
આ સ્ટુડન્ટ મોડી રાત્રે ક્લબ છોડી ગઈ ત્યારે ત્યાં જ બેઠેલા પાસ્કરમૂર્થીએ તેનો પીછો કર્યો હતો. આ યુવતી ભૂલથી ક્લબના ફાયર એક્ઝિટ તરફ ગઈ હતી, જ્યાંથી તે બાજુની ઈમારતના બેઝમેન્ટમાં પહોંચી હતી. પાસ્કરમૂર્થીએ તેના પર જાતીય હુમલો કરતા તેણે કેમેરા છે અને આવું ન કરીશ તેવી બૂમો પાડી હતી. આના પરિણામે તે નાસી છૂટ્યો હતો. નાઈટ ક્લબના સીસીટીવી ફૂટેજમાં પણ તે યુવતીનો પીછો કરતો દેખાયો હતો.