રોયલ મેલમાં એક સમયે સેવા આપતા અને પોતાને અન્યાય થયો છે એમ માનતા લંડનના વિનુકુમાર સચાણીયાએ તા. ૧૪-૪-૧૫ મંગળવારથી રોયલ મેલના લંડન, વિક્ટોરીયા સ્થિત મુખ્ય મથક સામે ધરણા કર્યા હતા. જે તા. ૧૬ સુધી ચાલુ રહેશે.
શ્રી સચાણીયાએ જણાવ્યું હતું કે 'રોયલ મેલ દ્વારા તેમને જણાવાયું હતું કે તેમની સાથેના સંબંધો સાથે કામ કરવા યોગ્ય ન રહ્યા હોવાથી તેમનો પરમેનન્ટ કોન્ટ્રેક્ટ રદ કરવામાં આવે છે. જેના સામે તેઅો ટ્રીબ્યુનલમાં ગયા હતા પરંતુ ટ્રીબ્યુનલે રોયલ મેલની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. મંગળવારે શ્રી સચાણીયાને રોયલ મેલના વરિષ્ઠ અધિકારી રૂબરૂ મળ્યા હતા અને બધી જાણકારી મેળવી હતી.