સાત વર્ષના વિદ્યાર્થીઓ માટે અઘરી પરીક્ષા

Tuesday 29th September 2015 08:52 EDT
 
 

લંડનઃ સાત વર્ષના બાળકે નવી કડક પરીક્ષાઓમાં પાસ થવા માટે પ્રતિ મિનિટ ૯૦ શબ્દના ધોરણે વાચન કરવાનું રહેશે, મનમાં જ બે આંકડાની સંખ્યાની બાદબાકી કરવાની રહેશે તેમ જ અઘરાં સ્પેલિંગ બોલવા પડશે. જોકે, ટીકાકારોએ ચેતવણી આપી છે કે આવી પરીક્ષાથી વિદ્યાર્થીઓનો અત્મવિશ્વાસ ડગમગી જશે તેમ જ પેરન્ટ્સ ગૂંચવાઈ જશે.

વિદ્યાર્થી તેમના વયજૂથ માટે આવશ્યક ધારાધોરણો સુધી પહોંચ્યો છે કે નહિ તેની જાણકારી તેઓ મે મહિનામાં નવી વાંચન, ગ્રામર, મેથ્સ, વિરામચિહ્નો અને સ્પેલિંગ પરીક્ષાઓ આપે તેના પરથી શિક્ષકોને મળશે. સાત વર્ષના બાળકે મેથ્સમાં પહેલી વખત ભાગાકાર અને અપૂર્ણાંકોનો સામનો કરવો પડશે. તેણે વ્યાકરણ અને વિરામચિહ્નોના ઉપયોગ, એડવર્બ, એડ્જેક્ટિવ અને એપોસ્ટ્રોફીની સમજની સૌપ્રથમ વખત પરીક્ષા આપવી પડશે તેમ જ સ્પેલિંગ્સ વધુ અઘરા બનશે.

ટીકાકારો કહે છે કે મોટા ભાગના દેશોમાં આ ઉંમરે શાળાએ જવાની શરૂઆત કરતા હોય છે ત્યારે આવી પરીક્ષા તેમના આત્મવિશ્વાસને નુકસાન પહોંચાડશે. પૂર્વ એજ્યુકેશન સેક્રેટરી માઈકલ ગોવ દ્વારા દાખલ સુધારાઓના પગલે નવી પરીક્ષાઓ લેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter