સામાજિક અસમાનતાથી મધ્યમ વર્ગ તંદુરસ્ત જીવન ગુમાવે છે

Wednesday 16th September 2015 06:23 EDT
 

લંડનઃ સમાજના શિખરે બેઠેલા લોકોની સરખામણીએ મધ્યમ વર્ગને તંદુરસ્ત જીવનના આઠ વર્ષ ગુમાવવા પડે છે. આનુ કારણ લાંબા સમયથી નજરઅંદાજ કરાતી અસમાનતાઓ હોવાની ચેતવણી જાહેર આરોગ્ય નિષ્ણાત સર માઈકલ મારમોટે આપી છે. કરકસરની નીતિઓ અને સ્થાનિક સરકારોના બજેટમાં કાપ આરોગ્યની કાઈમાં સીધી અસર કરે છે. તેઓ કહે છે કે,‘ સમાજના સૌથી ઉચ્ચ વર્ગ અને સૌથી નીચલા વર્ગ વચ્ચે ખાઈ પર ધ્યાન આપવાની માનસિકતાના લીધે મધ્યમ વર્ગ લગભગ ભૂલાઈ જ ગયો છે. તમે જેમ ઊંચા સ્થાને હો તેમ તમારું આરોગ્ય સારું હોય છે. માત્ર નીચલા વર્ગ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે ઉચ્ચ અને મધ્યમ વર્ગ પર ધ્યાન અપાવું જોઈએ.’

‘સરેરાશ જોઈએ તો લોકોનું આરોગ્યમય જીવન આઠ વર્ષ ઘટી જાય છે. આનો અર્થ માત્ર વહેલાં મૃત્યુ આવવાનો નથી. આનો અર્થ તમે સમાજમાં જેમ નીચા સ્થાને હો તેમ અશક્તિ, મજબૂત પકડમાં ઢીલાશ, શ્વાસોચ્છવાસની કામગીરી, ગતિશીલતામાં, જન્મજાત સહિતની બાબતોની ક્ષમતામાં ઘટાડો વહેલી વયે જોવા મળે છે. આ બાબત ઉપરથી નીચે સુધી જોવા મળે છે.’

UCL ખાતે ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ ઈક્વલિટીના ડિરેક્ટર સર માઈકલે કહ્યું હતું કે યુકેમાં સમાજના તમામ સ્તરે સામાજિક અન્યાયથી દર વર્ષે ૨૦૦,૦૦૦ લોકો મોતને ભેટે છે. જો આ ૨૦૦,૦૦૦ મોત પ્રદુષિત તત્વના કારણે થતાં હોત તો લોકોએ તેને પ્રતિબંધિત ઠરાવવા શેરીઓમાં કૂચ કરી હોત. ‘The Health Gap: the Challenge of an Unequal World’ પુસ્તકનું લોન્ચિંગ કરતા તેમણે કહ્યુ હતું કે સમાજ વ્યક્તિઓને તંદુરસ્ત વિકલ્પો પસંદ કરવા નહિ દે ત્યાં સુધી લાઈફ સ્ટાઈલ અને અંગત જવાબદારીનો મુદ્દો ભૂલાયેલો રહેશે. સ્વસ્થ જીવનશૈલી માટે સૌથી શક્તિશાળી પરિબળોમાં બાળપણના અનુભવો,શિક્ષણ, રોજગાર, કામકાજની પરિસ્થિતિઓ અને યોગ્ય વેતનનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter