સૌથી નાના ત્રાસવાદીને આજીવન કેદ

Monday 05th October 2015 12:03 EDT
 

લંડનઃ બ્રિટનના સૌથી નાની વયના ત્રાસવાદીને માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી છે, જેમાં તેને ઓછામાં ઓછાં પાંચ વર્ષનો કારાવાસ ભોગવવો પડશે. તેણે પોતાની ધરપકડ પછી અન્ય ત્રાસવાદીઓને પોલીસ તપાસ વિશે માહિતી આપી હતી. તેણે ઓસ્ટ્રેલિયામાં એન્ઝેક ડે પરેડ દરમિયાન શિરોચ્છેદનું ષડયંત્ર ઘડ્યું હતું.

જસ્ટિસ સૌન્ડર્સે જણાવ્યું હતું કે બ્લેકબર્નનો આ ૧૫ વર્ષનો આરોપી જોખમી મનાતો બંધ થાય ત્યાં સુધી તેણે જેલમાં રહેવાનું થશે. તેણે પોતાના શિક્ષકોના ગળાં કાપી નાખવાની પણ ધમકીઓ આપી હતી, જેના કારણે તેની ધરપકડ થઈ હતી. તે સીરિયામાં Isisના રીક્રુટર મારફતે ૧૮ વર્ષના ઓસ્ટ્રેલિયન સેવડેટ બેસિમના સંપર્કમાં આવ્યો હતો. પોલીસને તેની અને બેસિમ વચ્ચે ૩૦૦૦થી વધુ સાંકેતિક સંદેશા મળ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter