હેરોઃ લંડન બરો ઓફ હેરો દ્વારા સ્થાનિક કોમ્યુનિટીને ટ્યુબરક્લોસિસ (TB) કેવી રીતે અસર કરે છે તેનો ફીડબેક મેળવવા પબ્લિક સર્વે શરૂ કરાયો છે, જેનો હેતુ બરોમાં હેલ્થકેર અને સપોર્ટ સર્વિસીસ સુધારવાનો છે. લોકલ હેલ્થ અધિકારીઓ ટીબી વિશે જાહેર જાગરુકતા, નિદાન અને સારવાર સંદર્ભે અંગત અનુભવો તેમજ લોકો કેટલી સરળતાથી સંબંધિત સપોર્ટ અને માહિતી મેળવી શકે છે તેની સમજ મેળવવા ઈચ્છે છે.
કાઉન્સિલ દ્વારા સ્થાનિક અવાજોની વ્યાપકતા સાથે વિશાળ પાર્ટિસિપેશનની હાકલ કરવામાં આવી છે. હેરોના રહેવાસીઓ, હેલ્થકેર પ્રોફેશનલ્સ, કોમ્યુનિટી અને વોલન્ટરી સંગઠનો/સંસ્થાઓ, ફેઈથ ગ્રૂપ્સ તેમજ કોમ્યુનિટી સાથે પ્રત્યક્ષપણે કામ કરતી સ્થાનિક સેવાઓ પાસેથી ઈનપુટ-માહિતીની જરૂર છે. આ ઈનિશિયેટિવ થકી પ્રાપ્ત કરાયેલો ડેટા સંપૂર્ણપણે ખાનગી રખાશે અને હેરોની ટીવી સર્વિસીસ વસ્તીની ચોક્કસ જરુરિયાતોને પહોંચી વળે તેવી ચોકસાઈ સાથે તેમાં ભવિષ્યમાં સુધારા હાથ ધરાશે.
આ માટેની સમયમર્યાદા 15 જુલાઈની છે. જે લોકો પોતાના મંતવ્યો જણાવવા અને સ્થાનિક હેલ્થકેરનાં ઘડતરમાં મદદ કરવા માગતા હોય તેઓ talk.harrow.gov.uk/tb પરના સત્તાવાર કન્સલ્ટેશન પોર્ટલની મુલાકાત લઈ શકે છે અથવા સત્તાવાર કાઉન્સિલ કોમ્યુનિકેશન્સ પર પ્રાપ્ય QR કોડ્સને સ્કેન કરીને ભાગ લઈ શકે છે.

