હત્યા કરાયેલી મહિલાની ઓળખ જાહેર

Saturday 27th June 2015 05:44 EDT
 
 

લંડનઃ જેરાર્ડ્સ ક્રોસ ખાતે હત્યા કરાયેલી ૩૪ વર્ષીય મહિલા વેસ્ટ લંડનના હેઈઝની અનિતા કપૂર હોવાની ઓળખ પોલીસે જાહેર કરી છે. ગળું દબાવાના કારણે રુંધામણથી મોત મિસ કપૂરનું મોત થયાનું થેમ્સ વેલી પોલીસે જણાવ્યું જણાવ્યું હતું. આ સંબંધે હેઈઝની એક વ્યક્તિની ધરપકડ કરાયા પછી તેને કોઈ ચાર્જ વગર મુક્ત કરી દેવાઈ હતી.

મંગળવાર, ૨૩ જૂને બકિંગહામશાયરના એમેરશામ રોડ, A413 પર મૃતદેહ હોવાની જાણ એક મોટરિસ્ટે પોલીસને કરી હતી. અનિતા કપૂરને મંગળવારે વહેલી સવારે ત્રણ વાગ્યાના સુમારે વેસ્ટ લંડનના સાઉથોલના ઓસ્વાલ્ડ રોડ પર છેલ્લે જોવામાં આવ્યા હતા. થેમ્સ વેલી પોલીસે મેટ્રોપોલીટન પોલીસના હિલિંગ્ડન અને ઈલિંગ બરોઝની પોલીસના સહકાર સાથે પૂછપરછ આદરી છે.




to the free, weekly Gujarat Samachar email newsletter