હવે લંડન સિટી વિશ્વની વેલ્થ કેપિટલઃ પ્રોપર્ટીમાં સૌથી વધુ વિદેશી ઈન્વેસ્ટમેન્ટ

બ્રિટનના સૌથી ધનવાન 55 લોકો બિલિયોનેર છે તેમજ મિલિયોનેર્સની સંખ્યા તો 3.4 મિલિયનઃ વિશ્વમાં કુલ 2,828 બિલિયોનેર્સમાંથી 1017 બિલિયોનેર એશિયામાં છે.

Wednesday 09th March 2022 04:06 EST
 
 

લંડનઃ ગ્લોબલ કનેક્ટિવિટી, વિદેશમાંથી ઈન્વેસ્ટમેન્ટ, લાઈફસ્ટાઈલ અને સસ્ટેનિબિલિટી સહિત ચાવીરુપ માપદંડોમાં આગળ રહી લંડન સિટીએ વિશ્વની સંપતિની રાજધાનીનું સ્થાન હાંસલ કરી લીધું છે. ન્યૂ યોર્ક, ટોકિયો અને પેરિસમાં સમૃદ્ધ નિવાસીઓની સંખ્યા કદાચ વધુ હોઈ શકે પરંતુ, ૧૦૦ શહેરોના વાર્ષિક રેન્કિંગમાં લંડને બાજી મારી છે.

પ્રોપર્ટી કન્સલ્ટન્સી નાઈટ ફ્રાન્કના ધ વેલ્થ રિપોર્ટની તાજી આવૃત્તિ અનુસાર લંડને ગયા વર્ષે પ્રોપર્ટીમાં 3 બિલિયન ડોલરનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટમેન્ટ મેળવ્યું હતું. પ્રોપર્ટી ઈન્વેસ્ટર્સમાં સૌથી વધુ વૈવિધ્ય જોવાં મળ્યું છે. મુખ્યત્વ યુએસ, કેનેડા, ફ્રાન્સ, ચીન અને સ્પેન સહિત ૪૫ દેશના લોકો લંડનમાં પ્રોપર્ટી ધરાવે છે. લંડન અગ્રણી યુનિવર્સિટીઓ જેવા ગ્રીન-રેટેડ બિલ્ડિંગ્સ અને લાઈફસ્ટાઈલ પરિબળોમાં અગ્રણી રહ્યું છે.

વર્ષ2020ના લોકડાઉન્સ પછી વૈશ્વિક અર્થતંત્રોએ સંપત્તિ સર્જન સાથે મોટી હરણફાળ ભરી છે. યુકેમાં 30 મિલિયન ડોલર અને તેથી વધુની સંપત્તિ ધરાવતા 25,771 લોકો રહે છે અને તેમાંથી 9,906 તો લંડનમાં રહે છે. બ્રિટનના સૌથી ધનવાન 55 લોકો બિલિયોનેર છે તેમજ મિલિયોનેર્સની સંખ્યા તો 3.4 મિલિયનની છે. મહામારીના ગાળામાં પ્રોપર્ટીની ઊંચે ગયેલી કિંમતોના કારણે ઘણા લોકોની સંપત્તિમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો હતો.

યુકેમાં ક્રિપ્ટોકરન્સીની બોલબાલા પણ વધી છે. દેશના સમૃદ્ધ લોકોમાંથી 11 ટકાએ ક્રિપ્ટોકરન્સીમાં અને 9 ટકાએ નોન-ફન્જિબલ ટોકન્સ (NFTs)માં ઈન્વેસ્ટ કર્યું છે. જોકે, બહુમતી સમૃદ્ધ લોકોએ જૂના જમાનાની બ્રિક્સ અને મોર્ટારની બનેલી ઈમારતોમાં નાણા રોકેલા છે. બ્રિટનના સૌથી ધનાઢ્ય (30 મિલિયન ડોલરથી વધુ સંપત્તિ) લોકોના 31 ટકાએ તેમના નાણા પ્રથમ અથવા બીજા ઘરમાં રોકેલા છે જ્યારે 20 ટકા લોકો બાય-ટુ-લેટ પોર્ટફોલિયોઝ અથવા કોમર્શિયલ પ્રોપર્ટીઝ ધરાવે છે. 19 ટકા લોકોએ ગયા વર્ષે નવું ઘર લીધું હતું જ્યારે 18 ટકા લોકો આ વર્ષે ઘર ખરીદવાની યોજના ધરાવે છે. વિશ્વમાં ઘર ખરીદવાના લોકપ્રિય સ્થળો બ્રિટન, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલ છે. ઘણા ધનવાનોએ લોકડાઉનના ગાળામાં ફાઈન વાઈન, આર્ટ, ક્લાસિક કાર્સ અને વોચીસ જેવી લક્ઝરીઝમાં રોકાણ કર્યું હતું. ફાઈન વાઈનમાં રોકાણના મૂલ્યમાં 16 ટકાનો ઉછાળો જોવાં મળ્યો હતો પરંતુ, પ્રોપર્ટીમાં રોકાણ આ તમામને વટાવી ગયું છે. જોકે, ગયા વર્ષે સેન્ટ્રલ લંડનમાં પ્રોપર્ટીમાં રોકાણ માત્ર 1.3 ટકાનો જ વધારો જણાયો હતો.

વિશ્વમાં 30 મિલિયન ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા અતિ ધનવાન લોકોની સંખ્યામાં 9.3 ટકાનો અથવા તો લગભગ 400 બિલિયોનેરનો વધારો થયો હતો. રસપ્રદ બાબત એ કહી શકાય કે વિશ્વમાં કુલ 2,828 બિલિયોનેર્સમાંથી 1017 બિલિયોનેર એશિયામાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter