હે....ચાલો.... આનંદ મેળો મહાલવા : ખાણી, પીણી અને મનોરંજન સાથે એફોર્ડેબલ ઇન્ડિયા પ્રોપર્ટી શો ૨૦૧૫ની મુલાકાત લો

Tuesday 26th May 2015 14:44 EDT
 

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગીત-સંગીત-નૃત્ય અને મનોરંજન, ખાણી-પીણી અને ખરીદીની મજાનો સરવાળો એવા પાંચમા આનંદ મેળાનું શાનદાર આયોજન આગામી તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ (HA3 5BD) ખાતે કરવામાં આવ્યું છે. ચટપટા નાસ્તા કે ઘર સજાવટની વસ્તુઅો, સાડી-જ્વેલરી, શણગાર, મહેંદી ઉપરાંત પારંપરિક અને સ્વાદિષ્ટ એવા પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાણીપુરી અને ચાટ્સ, દાબેલી, ફરસાણ, પાઉંભાજી વગેરે વ્યંજનોની મોજ માણવા મારા વ્હાલા તમારે આનંદમેળામાં આવવું જ પડશે.

ઘરઘરમાં લોકપ્રિય થયેલા 'આનંદ મેળા'માં બ્યુટી અને વેડીંગ, ટ્રાવેલ અને ટૂરીઝમ, આરોગ્ય, જ્વેલરી, શિક્ષણ, ફાઇનાન્સ - બેન્કિંગ અને ઇન્સ્યુરંશ ક્ષેત્ર સહિત વિવિધ સેવાઅો અને પ્રોડક્ટ વિષે જાણકારી મેળવી શ્રેષ્ઠ સેવાઅો લઇ શકાશે. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળામાં ઉમટી પડતા ૫,૦૦૦ જેટલા લોકોની હાજરી જ બતાવે છે કે તમે જો નહિં આવો તો ઘણું બધું ચૂકી જશો.

અનંદ મેળાનું આગવું આકર્ષણ : એફોર્ડેબલ ઇન્ડિયા પ્રોપર્ટી શો ૨૦૧૫

ભારતીય હોઇએ અને આપણે રોકાણ કરી પ્રોપર્ટીમાં પૈસા બનાવતા ન હોઇએ તે કેવું લાગે? જી હા, વતનમાં ઘરનું ઘર વસાવી રોકાણ કરવાની શ્રેષ્ઠ તક તમને આનંદ મેળાના એફોર્ડેબલ ઇન્ડિયા પ્રોપર્ટી શો ૨૦૧૫માં મળશે. અનંદ મેળાનું આગવું આકર્ષણ આ વખતે એફોર્ડેબલ ઇન્ડિયા પ્રોપર્ટી શો છે. હેરો લેઝર સેન્ટરના મેઝફીલ્ડ સ્યુટમાં આનંદ મેળાની સાથે જ તા. ૬-૭ જૂનના રોજ યોજાનારા એફોર્ડેબલ ઇન્ડિયા પ્રોપર્ટી શો માટે કોઇ જ પ્રવેશ ફી ચૂકવવાની નથી.

એફોર્ડેબલ ઇન્ડિયા પ્રોપર્ટી શોમાં ગુજરાત સહિત ભરત ભરના વિવિધ રાજ્યોના પ્રોપર્ટી ડેવલપર તરફથી વિવિધ પ્રોપર્ટીઅો રજૂ કરવામાં આવશે. આ શોમાં તમે રોકાણ કરવા લાયક તેમજ પોતાના સ્વપ્નનું ઘર બનાવવા માટે સુયોગ્ય એવી પ્રોપર્ટીની વિશેષ માહિતી મેળવી શકશો અને તે પ્રોપર્ટી ખરીદવા માટે લોનની વ્યવસ્થા પણ મળી જશે.

ગત વર્ષે યોજાયેલા શોમાં ભારતના વિખ્યાત અને પ્રતિષ્ઠીત ડેવલપર અને કંપનીઅોએ ભાગ લીધો હતો. જેમાં ગોદરેજ, રાહેજા, અદાણી, પૂર્વંકારા, રૂચી, ઇન્ડિયા બુલ્સ, વેવ ઇન્ફ્રાટેક, અંસલ અને અન્યનો સમાવેશ થયો હતો. એસેટ ઇન્ડિયા અને ઇન્વેસ્ટર ડીકોડ જેઅો ભારતના પ્રોપર્ટી સ્પેશ્યાલીસ્ટ છે તેઅો આ વર્ષે આપની સમક્ષ એફોર્ડેબલ ઇન્ડિયા પ્રોપર્ટી શો લઇને આવ્યા છે.

લાજવાબ આનંદ મેળો

'આનંદ મેળા'માં બોલીવુડ ગીત-સંગીત, રાસ-ગરબા, ઢોલ પ્લેયર્સ, નૃત્યો, ફેશન શો, સાંસ્કૃતિક કાર્યક્રમો, બાળકોના વિશેષ કાર્યક્રમો વિશેષ આકર્ષણ ઉભુ કરે છે. આનંદ મેળામાં હની કલારીયા ડાન્સ એકેડેમી, મીરા ડાન્સ એકેડેમી, અર્ચના કુમાર ડાન્સ એકેડેમીના કલાકારો તેમજ મનોરમા જોશી મનમોહક બોલીવુડ નૃત્યો રજૂ કરશે. તો બીજી તરફ વિખ્યાત ગાયક કલાકારો નવિન કુંદ્રા, કિશન અમીન, વિકેશ ચાંપાનેરી, હેમીના શાહ, તૌકીર ખાન, મુહમ્મદ ફહાદ, નલિની પટ્ટણી પોતાના અવાજનો જાદુ પાથરશે. તેમની સાથે એલન વોટ્સ, તબલાવાદક મેહુલ શિવજી, ઢોલ પ્લેયર કવિરાજ ઘરયાલ પોતાના સંગીતનો જાદુ પાથરશે.

આનંદ મેલાના મુખ્ય પ્રયોજક 'વર્લ્ડરેમીટ' વિદેશ રહેતા પરિવારજનો તેમજ મિત્રોને વ્યાજબી ફી લઇ અોનલાઇન નાણાં મોકલવામાં મદદરૂપ થાય છે. જ્યારે 'આનંદ મેલા'ની સહયોગી સખાવતી સંસ્થા સેન્ટ લ્યુક્સ હોસ્પીસ છે અને પ્રવેશ માટેની વ્યક્તિ દિઠ £૨-૫૦ની ટિકીટની તમામ રકમ સેન્ટ લ્યુક્સને આપવામાં આવશે. ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ મફત છે. સેન્ટ લ્યુક્સ હોસ્પીસ અસાધ્ય બીમારીથી પીડાતા વડિલોની સારસંભાળ માટે કામ કરતી ચેરીટી સંસ્થા છે અને બીમાર વડિલો તેમની બીમારી સામે લડી શકે અને તેમનું મનોબળ મજબૂત થાય, તેઅો સારી રીતે જીવી શકે તેવા પ્રયત્નો કરે છે.

જો આપ ઘરે બેઠાં કે નાનકડી દુકાન દ્વારા વિવિધ ચીજ વસ્તુઅો કપડા વગેરેનો વેપાર કરતા હો તો આપના વેપારની જાહેરાત કરવાની આ શ્રેષ્ઠ તક છે. હવે થોડાક જ સ્ટોલ બાકી રહ્યા હોવાથી આજે જ સ્ટોલ માટે ફોન કરો અને આપનો સ્ટોલ બુક કરાવો.

સંપર્ક: 020 7749 4085.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter