૯૦૦,૦૦૦ વૃદ્ધોને ઘરમાં જ રોજિંદા કાર્યોમાં મદદનો અભાવ

Wednesday 28th January 2015 05:47 EST
 
 

સ્થાનિક કાઉન્સિલોએ સૌથી વધુ અક્ષમતા અને બીમારી સાથેના લોકો સિવાય વૃદ્ધોને ઘરમાં અપાતી મદદ પાછી ખેંચી લેવાના પરિણામે હજારો વૃદ્ધો નિસહાય બન્યાં છે. સૌથી ખરાબ અસર હજારો મધ્યમવર્ગીય વૃદ્ધોને થઈ છે. સામાન્યપણે £૨૩,૨૫૦ મૂલ્યની મર્યાદામાં બચત અથવા પ્રોપર્ટી ધરાવતા લોકોને સરકારી મદદ મળતી નથી કે પોતાના ખર્ચે મદદ કેવી રીતે મેળવવી તેની સલાહ પણ અપાતી નથી.

ઘરમાં જ રહેતાં વયોવૃદ્ધ લોકોને સ્નાન, વસ્ત્રો પહેરવા, જમવા સહિતના રોજિંદા કાર્યોમાં મદદની જરૂર રહે છે. ૫૦૦,૦૦૦ વૃદ્ધને સ્નાનમાં, ૧૯૦,૦૦૦ને પથારીમાંથી ઉઠવામાં અને ૫૯૦,૦૦૦ને વસ્ત્રો પહેરવામાં, ૧૬૦,૦૦૦ને જમવામાં, ૨૦૦,૦૦૦ને દવાઓ લેવામાં અને ૧૨૦,૦૦૦ વૃદ્ધોને ટોઈલેટના ઉપયોગમાં તકલીફ હોવાં છતાં બાહ્ય મદદ મળતી નથી તેમ એજ યુકે સંસ્થાએ જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter