બ્રિટિશ શાળામાં 1425 વર્ષ પછી પ્રથમ મહિલા હેડ ટીચરની નિયુક્તિ

Wednesday 08th June 2022 02:33 EDT
 
 

લંડનઃ બ્રિટનની સૌથી જૂની શાળા કેન્ટરબરીસ્થિત ધ કિંગ્સ સ્કૂલમાં 1425 વર્ષ પછી પ્રથમ મહિલા હેડ ટીચરની નિયુક્તિ કરવામાં આવી છે. આ શાળાની સ્થાપના ઈ.સન 597માં કરવામાં આવી હતી. આગામી વર્ષના સપ્ટેમ્બરથી જૂડ લૌસન હેડ ટીચર તરીકેનો કાર્યભાર સંભાળશે. તેઓ હાલમાં વિમ્બલ્ડનની કિંગ્સ કોલેજ સ્કૂલના કાર્યકારી વડા છે.

આ શાળા 13-18 વયજૂથના વિદ્યાર્થીઓ માટે ડે અને બોર્ડિંગ સ્કૂલ તરીકે છે અને સંપૂર્ણ બોર્ડિંગ માટે તેની ફી 13,550 પાઉન્ડ છે. આ શાલામાં 1990થી સહશિક્ષણ ચાલે છે. આ શાળાના નોંધપાત્ર જૂના વિદ્યાર્થીઓમાં પ્રસિદ્ધ લેખકો ડબલ્યુ. સમરસેટ મોમ, ક્રિસ્ટોફર માર્લોવ અને તાજેતરમાં માઈકલ મોરપુર્ગોનો સમાવેશ થાય છે.

લૌસન 2010થી વ્હિટગિફ્ટ સ્કૂલમાં શિક્ષણક્ષેત્રમાં આવતાં પહેલા કોમ્યુનિકેશન એજન્સીઝમાં કામ કરતાં હતાં. તેમણે કેન્ટ ઓનલાઈનને જણાવ્યું હતું કે આ શાળા સહશિક્ષણ અભ્યાસક્રમ અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા માટે પ્રતિષ્ઠા ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter