વિદ્યાર્થીઓ ઘટતા યુકેની સ્કૂલ્સને £288 મિલિયન ફંડિંગ ઘટશે

Wednesday 29th April 2026 07:57 EDT
 
 

લંડનઃ નેશનલ ઓડિટ ઓફિસે (NAO) ચેતવણી આપી છે કે પ્રાઈમરી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાના કારણે 2027 સુધીમાં 288 મિલિયન પાઉન્ડનું ભંડોળ ઘટી શકે છે. વિદ્યાર્થીઓ ઘટવાના કારણે કેટલીક પ્રાઈમરી સ્કૂલ્સને બંધ થવાની અથવા વિલિનીકરણની ફરજ પડી છે.

શાળાઓને ભંડોળ તેમના વિદ્યાર્થીઓની સંખ્યા સાથે પ્રત્યક્ષપણે સંકળાયેલું છે ત્યારે 2026ની સરખામણીએ પ્રાઈમરી સ્કૂલ્સમાં 56,300 વિદ્યાર્થી ઘટવાથી 2027 સુધીમાં 288 મિલિયન પાઉન્ડની ખોટ જવાનો અંદાજ નેશનલ ઓડિટ ઓફિસે આપ્યો છે. 2028માં 80,200 વિદ્યાર્થીની ઘટથી 410 મિલિયન પાઉન્ડ અને 2029માં 65,300 વિદ્યાર્થીની ઘટથી 334 મિલિયન પાઉન્ડ જેટલા જંગી ભંડોળકાપનું પણ જોખમ છે.

પ્રાઈમરી સ્કૂલ્સમાં 2018/19થી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી રહી છે અને 2030 સુધીમાં સંખ્યા 7 ટકાના દરે ઘટશે તેવો અંદાજ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન દ્વારા મૂકાયો છે. આવી સ્થિતિમાં શાળાઓ ઘટતી સંખ્યા સાથે અનુકૂળ થઈ શકે તેવો સપોર્ટ નહિ આપવા બદલ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનની આકરી ટીકા કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter