શિલ્પાનું મહારાણી જેવું વૈભવી જીવન

Sunday 01st August 2021 05:22 EDT
 
 

મુંબઇઃ રાજ કુન્દ્રાની અઢળક કમાણીથી શિલ્પા શેટ્ટી મહારાણી જેવું વૈભવી જીવન જીવતી હતી. રાજ કુન્દ્રાએ શિલ્પાને ખુશ અને રાજી રાખવા માટે પુષ્કળ નાણાં વાપર્યા છે. શિલ્પાને વૈભવી અને પેલેસ જેવા નિવાસસ્થાનનો બહુ શોખ હોવાથી રાજ તેને દેશ-વિદેશમાં એક પછી એક મકાન ભેટ આપતો હતો. લકઝરી લાઇફસ્ટાઇલ જીવવાની શોખીન શિલ્પાને આલિશાન અને વૈભવી ઘર બહુ પસંદ છે. શિલ્પાના લકઝુરિયસ ઘર દેશ-વિદેશમાં છે.
મુંબઇમાં શિલ્પાનો જુહુના દરિયાકિનારે કિનારા બંગલો આવેલો છે. શિલ્પા-રાજના આ બંગલોને મેન્શન અથવા તો પેલેસ કહેવામાં આવે તો પણ ખોટું નથી. લગ્ન પછી રાજે શિલ્પાને આ બંગલો ભેટ આપ્યો હતો. આજે આ બંગલાની કિંમત ૯૦ થી ૧૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવે છે. આ ઘરમાં પ્રાઇવેટ જીમ, સ્વિમિંગ પુલ, ગાર્ડન એરિયા તથા અન્ય લકઝરી સુવિધાઓ છે.
લંડનના વેબ્રિજમાં પણ શિલ્પાનું એક શાનદાર હોલીડે હોમ છે. વેબ્રિજના સેન્ટ જ્યોર્જ હિલ પર આ આલીશાન બંગલો રાજમહેલ સમાન છે. શિલ્પા સાથે લગ્ન કરતાં પહેલા રાજે આ બંગલો ખરીદ્યો હતો. સાત રૂમ અને વૈભવી સુવિધાઓ ધરાવતો આ બંગલો શિલ્પાને પોતાના બધા ઘર કરતા સૌથી વધુ પ્રિય હોવાનું કહેવાય છે. જેમાં ગરમ પાણીનો ઇનડોર સ્વિમિંગ પુલ છે. આ ઉપરાંત સેન્ટ્રલ લંડનમાં રૂપિયા સાત કરોડની કિંમતનો એક ફ્લેટ આવેલો છે. શિલ્પાની પસંદગીને ધ્યાનમાં રાખીને રાજે લંડનમાં તેને વધુ એક ઘર ભેટ આપ્યું છે. સેન્ટ્રલ લંડનમાં રાજે શિલ્પા માટે સાત કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો હતો. લંડન મહાનગર શિલ્પાનું માનીતું અને ફેવરિટ હોલીડે ડેસ્ટિનેશન છે.
પડકાર માટે તૈયાર છુંઃ શિલ્પાની પોસ્ટ
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ પછી શિલ્પા શેટ્ટીએ પ્રથમવાર પ્રતિક્રિયા આપતા ૨૪ જુલાઇએ એક પોસ્ટ શેર કરી છે. શિલ્પાએ ઈન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પરથી એક પુસ્તકનું પાનું શેર કર્યું છે. આ પુસ્તકના શરૂઆતના પેજ પર અમેરિકી લેખક જેમ્સ થર્બરનો એક ક્વોટ વાંચવા મળે છે. જેમાં લખ્યું છે કે ગુસ્સામાં પાછળ કદી જોવું નહીં, અથવા તો ડરમાં આગળ જોવું નહીં. પરંતુ જાગરુકતાથી ચારેબાજુ જોવું. શિલ્પા શેટ્ટીએ પોસ્ટમાં આગળ લખ્યું છે કે હું ઊંડા શ્વાસ લઉં છું, એ જાણીને ખુશ થઈ છીએ કે આપણે જીવિત છીએ. હું ભવિષ્યમાં પડકારોનો સામનો કરવા તૈયાર છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter