સ્થપતિ બાલકૃષ્ણ દોશીને રોયલ ગોલ્ડ મેડલ

દોશીના મતે ‘રહેણાંક એવું હોવું જોઇએ માણસ આનંદથી રહી શકે, અને આનંદ મેળવી શકે’

Tuesday 17th May 2022 10:33 EDT
 
 

અમદાવાદઃ શહેરમાં વસતા અને વિશ્વસ્તરે નામના ધરાવત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને આર્કિટેક્ચર ક્ષેત્રે પ્રદાન બદલ પ્રતિષ્ઠિત રોયલ ગોલ્ડ મેડલ એનાયત થયો છે. વર્ષ 2022 માટે આ સન્માન મેળવનાર બાલકૃષ્ણ દોશીએ આ પ્રસંગે પોતાના ગુરુ ફ્રેન્ચ આર્કિટેક્ટ લા કર્બુઝિયરને બાદ કરતાં કહ્યું હતું કે તેમને આ મેડલ મળ્યો ત્યારે અનુભવેલો રામાંચ - આનંદ આજે પણ મને યાદ છે. 

રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટસ (RIBA) રોયલ ગોલ્ડ મેડલ વિજેતાની પસંદગી કરનારી ઓનર્સ કમિટીના પ્રમુખ અને દોશીને આ સન્માન એનાયત કરવા ખાસ અમદાવાદ આવેલા સિમોન ઓલફર્ડે કહ્યું હતું કે બાલકૃષ્ણ દોશીને વર્ષ ૨૦૨૨ના મેડલ વિજેતા તરીકે પસંદ કરનારી સમિતિનું અધ્યક્ષપદ સંભાળવાની મને તક મળી તે સન્માન અને આનંદની વાત છે. ૯૪ વર્ષની વયે પણ તેઓ તેમના આનંદદાયક હેતુપૂર્ણ સ્થાપત્ય દ્વારા આર્કિટેક્ટસની પેઢીને પ્રભાવિત કરી રહ્યા છે. લા કાર્બુઝિયરના કાર્યાલયમાં તેમણે દિવસો પસાર કરેલા છે. તેમના સમયથી પ્રભાવિત તેમનું કાર્ય મૌલિક અને સ્વતંત્ર છે. સ્થાપત્ય કળા, નિર્માણ કળા અને શહેર આયોજનમાં તેમનું પ્રદાન તેમને આ પુરસ્કાર માટે સૌથી લાયક વ્યક્તિ બનાવે છે. આર્કિટેક્ચર ક્ષેત્રનો નોબલ પ્રાઇઝ અને રોયલ ગોલ્ડ મેડલ બન્ને સન્માન મેળવનારા ગણતરીના મહાનુભાવોમાં બાલકૃષ્ણ દોશનો સમાવેશ થાય છે.

આ મેડલ મળ્યા બાદ પોતનો પ્રતિભાવ આપતાં આજે બાલકૃષ્ણ દોશીએ કહ્યું કે ઇગ્લેન્ડના રાણી તરફથી રોયલ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા બાદ આનંદની લાગણી અનુભવુ છું. આ ખરેખર એક મહાન સન્માન છે. ૧૯૫૩માં લા કાર્બુઝિયર સાથે કામ કરતી વખતે તેમને રોયલ ગોલ્ડ મેડલ એનાયત થયાના સમાચાર મળ્યા હતા. ત્યારે જે આનંદ અને રોમાંચ થયો હતો તે હજુ મને યાદ છે. આજે છ દાયકા પછી મને પણ મારા ગુરુ લા કાર્બુઝિયરની જેમ સારી કામગીરી બદલ આ સન્માન અપાયું છે. તેનો આનંદ અલગ છે.

‘અમદાવાદની પોળોમાં જીવંત વાતાવરણ’
હાલની આર્કિટેક અને કન્ટ્રક્શન અંગે તેમણે કહ્યું કે સગવડતા વધી છે. પણ પરસ્પર સંબંધો, લોકો ભેગા થઇને બેસી શકે, આનંદ કરી શકે તેવું રહ્યું નથી. તેમણે અમદાવાદની પોળોમાં જાવ તો જીવંત વાતાવરણ જોવા મળે છે. અમદાવાદમાં વધતી જતી વસતિ, ટ્રાફિક સમસ્યા અને બાંધકામ અંગે પૂછતાં તેઓએ કહ્યું કે નગરરચના વાતાવરણને અનુકૂળ આવે તે પ્રકારની હોવી જોઇએ. રહેણાક કેવો હોવા જોઇએ. તે અંગે તેમણે કહ્યું કે, માણસ આનંદથી રહી શકે અને આનંદ મેળવી શકે તેવા હોવા જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter