‘ઈસરો’ની ધમાકેદાર દિવાળીઃ 36 ઉપગ્રહ લોન્ચ

Friday 04th November 2022 08:09 EDT
 
 

નવી દિલ્હી: ‘ઈસરો’ના સૌથી ભારે રોકેટ એલવીએમ3-એમ2 રવિવારે અંતરીક્ષ કેન્દ્રથી પ્રક્ષેપિત કરાયું હતું અને બ્રિટન સ્થિત ગ્રાહક માટે 36 બ્રોડબન્ડ કોમ્યુનિકેશન ઉપગ્રહોને નીચલી કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. ‘ઈસરો’એ આ મિશનને ઐતિહાસિક મિશન ગણાવ્યું હતું. જાહેર ક્ષેત્રના બિઝનેસ ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડે અગાઉ ‘ઈસરો’ના એલવીએમ3 બોર્ડ પર વનવેબ લિયો ઉપગ્રહોને પ્રક્ષેપિત કરવા માટે લંડનમાં વડું મથક ધરાવતી કંપની નેટવર્ક એક્સેસ એસોસિયેટ લિમિટેડની સાથે બે લોન્ચ સર્વિસ કોન્ટ્રાક્ટ્સ પર હસ્તાક્ષર કર્યા હતા.  4305 મીટર લાંબા રોકેટને સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોંચ કરાયું હતું. આ રોકેટની 8000 કિલોગ્રામ સુધીના વજનના ઉપગર્હોને અંતરીક્ષમાં લઈ જવાની ક્ષમતા હતી. આ મિશન એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ હતું કે એલવીએમ3નું આ પ્રથમ કોમર્શિયલ મિશન હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter