વારાણસી: કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. વડાપ્રધાન મોદીએ શિવાનંદ બાબાના નિધન પર શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કાશીના રહેવાસી અને યોગસાધક શિવાનંદ બાબાજીનું અવસાન ખૂબ જ દુ:ખદ છે. શિવાનંદ બાબાનું શિવલોક પ્રયાણ કરવું એ આપણા બધા કાશીવાસીઓ અને તેમનામાંથી પ્રેરણા લેનારા લાખો લોકો માટે એક ન પુરાય એવી ખોટ છે.