2031માં ભારતનું અર્થતંત્ર 7 ટ્રિલિયન ડોલરનું થઈ જશેઃ ક્રિસિલ

Sunday 17th March 2024 06:12 EDT
 
 

નવી દિલ્હીઃ એસબીઆઈના તાજેતરમાં પ્રકાશિત રિપોર્ટમાં ભારતમાં ગરીબ ઘટી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હવે ક્રિસિલના રિપોર્ટમાં દેશના ઝડપી વિકાસ દરના આધાર પર અંદાજ મૂકવામાં આવ્યો છે કે 2031 સુધી ભારત અપર મિડલ ક્લાસ (ઉચ્ચ મધ્યમ વર્ગ) દેશ બની શકે છે.
2031 સુધી ભારતીય અર્થતંત્રનું કદ બમણું થઇને 7 ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ક્રિસિલના જણાવ્યા અનુસાર દેશનો વિકાસ ઘરેલુ સ્ટ્રકચર સુધારાઓના આધારે ઝડપથી આગળ વધશે અને તે 2031 સુધી વિશ્વની ત્રીજી સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. આ રેસમાં તે પોતાના નક્કી કરવામાં આવેલા આર્થિક લક્ષ્યોને પણ પાર કરી શકે છે. ક્રિસિલ ઈન્ડિયા આઉટલુક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2023માં ભારતનો વિકાસ દર 7.6 ટકા સુધી ગયા પછી 2024-25માં 6.8 ટકા થઇ શકે છે પરંતુ 2031 સુધી ભારતનો સરેરાશ વિકાસ દર 6.7 ટકા રહેવાથી પ્રતિ વ્યકિત આવકને અપર મિડલ ક્લાસ કેટેગરીમાં પહોંચાડી શકે છે અને ત્યારે ભારતમાં વ્યકિત દીઠ આવક વધીને 4500 ડોલર થઇ શકે છે.
વર્લ્ડ બેંકની પરિભાષા અનુસાર નિમ્ન મધ્યમ આવકવાળા દેશોમાં પ્રતિ વ્યકિત આવક 1 હજાર થી ચાર હજાર ડોલરની વચ્ચે હોય છે જ્યારે ઉચ્ચ મધ્યમ આવકવાળા દેશોમાં પ્રતિ વ્યકિત આવક ચાર હજાર ડોલરથી 12 હજાર ડોલરની વચ્ચે હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter