30 સપ્ટેમ્બર સુધીમાં નોમિની નહીં તો મ્યુ. ફંડ ફોલિયો ફ્રિઝ

Sunday 24th September 2023 07:39 EDT
 
 

નવી દિલ્હીઃ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે 30 સપ્ટેમ્બર સુધીમાં નોમિની ડીટેલ આપવાનું ફરજિયાત કરી દેવાયું છે. સેબીએ 28 માર્ચે નવો પરિપત્ર પ્રસિદ્ધ કરીને આ માટે 30 સપ્ટેમ્બર સુધીની સમયમર્યાદા નક્કી કરી હતી. મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો જો આ તારીખ સુધીમાં નોમિની અંગે સ્પષ્ટતા નહીં કરે તો તેમનો ફોલિયો ફ્રીઝ કરી દેવાશે. સાથે જ નોમિનીની વિગતો આપવા ન ઇચ્છતા રોકાણકારો તેમાંથી બહાર નીકળી જવાનો એટલે કે ઓપ્ટ આઉટનો વિકલ્પ પસંદ કરી શકે છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી ઇન્ડિયા) અનુસાર નોમિનેશનની સુવિધાનો લાભ લઈને રોકાણકાર પોતાના કોઈ સંબંધી કે પરિચિતને પણ પોતાના નોમિની બનાવી શકે છે. યુનિટધારકનું મૃત્યુ થાય તો તે સ્થિતિમાં તેમના નોમિની તેમના યુનિટ કે મેચ્યોરિટીની આવક મેળવવા દાવો કરી શકે છે. જો સંયુક્ત ખાતું હોય તો તમામ ખાતાધારકનાં મૃત્યુ થાય તો તેવી સ્થિતિમાં યુનિટનો અધિકાર મળે તેવી વ્યક્તિને નોમિની બનાવવાની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter