શ્રીનગરઃ અલગતાવાદથી બહાર આવી ચૂકેલી કાશ્મીર ઘાટીમાં હિંદુઓ હવે ખુલ્લેઆમ તહેવારો ઉજવી રહ્યા છે. શ્રીનગરમાં 35 વર્ષ પછી સ્થાપિત થયેલી એક્માત્ર ગણપતિની મૂર્તિનું કાશ્મીરી પંડિતોએ જેલમ નદીમાં વિસર્જન કર્યું હતું. આ પહેલાં, કાશ્મીરી પંડિત મહિલાઓ અને પુરુષોના સમૂહે ઇન્દિરા નગરથી રાજબાગ સુધી શંખ, મંજીરા અને બેન્ડ-વાજાં સાથે ભગવાન ગણપતિની શોભાયાત્રા કાઢી હતી.