5 વર્ષના બાળ સ્વરૂપના દર્શન થશે

Saturday 06th January 2024 06:13 EST
 
 

અયોધ્યા: અયોધ્યાના રામ મંદિર માટે ભગવાન રામની મૂર્તિની પસંદગી સોમવારે કરી લેવાઇ છે. અરૂણ યોગિરાજ બનાવેલી મૂર્તિની પસંદગી રામ મંદિર માટે થઇ છે. માથાથી પગ સુધી મૂર્તિની લંબાઇ 51 ઇંચની છે અને આ મૂર્તિમાં શ્રદ્ધાળુઓને ભગવાન રામના પાંચ વર્ષના બાળ સ્વરૂપના દર્શન થશે. અન્ય બે મૂર્તિઓ કે જેમની પસંદગી કરાઇ નથી, તેમને પણ મંદિરમાં જ રાખવામાં આવશે. તેમને પણ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મંદિરમાં સ્થાપિત કરાશે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે કન્નડ ભાષામાં ટ્વિટ કરીને લખ્યું છે કે ‘જ્યાં રામ છે, ત્યાં હનુમાન છે. હનુમાનની ભૂમિ કર્ણાટકથી આ એક મહત્વપૂર્ણ સેવા છે.’ રામ મંદિરમાં રામ લલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીનાં રોજ બપોરે 12ઃ20 કલાકે કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter