મુંબઇ/વોશિંગ્ટનઃ એટીએમમાંથી નાણા ઉપાડવા અંગે રિઝર્વ બેંકે સોમવારે મોટી રાહત આપી. એટીએમમાંથી હવે એક દિવસમાં ૧૦ હજાર સુધીની રકમ ઉપાડી શકાશે. અત્યાર સુધી લિમિટ રોજના સાડા ચાર હજાર હતી. જોકે, બચત ખાતામાંથી અઠવાડિયામાં ૨૪ હજાર સુધીની રકમ ઉપાડવાની મર્યાદા યથાવત રખાઇ છે. બીજી તરફ કરન્ટ એકાઉન્ટ (ચાલુ ખાતા)માંથી નાણા ઉપાડવાની અઠવાડિક મર્યાદા વધી ગઇ છે. કરન્ટ એકાઉન્ટમાંથી હવે એક અઠવાડિયામાં ૫૦ હજારના બદલે એક લાખ સુધીની રકમ ઉપાડી શકાશે. જ્યારે કરન્ટ એકાઉન્ટમાં નાણા ઉપાડવાની મર્યાદા એક અઠવાડિયામાં ૫૦ હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરાઇ છે. નિર્ણય સોમવારથી લાગુ કરી દીધો છે.