પહલગામઃ કાશ્મીરના પહલગામમાં 39 જવાનને લઈને જતી બસ નદીમાં પડી છે. એમાં 7 જવાનોનાં મોત થયાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ દુર્ઘટના બ્રેક ફેલ થવાને કારણે ઘટી છે. જવાન ચંદનવાડીથી પહલગામ જતા હતા. આ દરેક જવાન અમરનાથ યાત્રાની ડ્યૂટીમાં તહેનાત હતા. બસમાં 37 જવાન ભારત-તિબેટ સીમા પોલીસ બળના હતા અને બાકીના 2 જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. આ દુર્ઘટનામાં ઘણા જવાન ઘાયલ થયા છે. તેમને એરલિફ્ટ કરી શ્રીનગર આર્મી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.


