LICના આઇપીઓને વિદેશી રોકાણકારો અને ફંડ હાઉસનો મોળો પ્રતિસાદ

Wednesday 11th May 2022 09:59 EDT
 
 

અમદાવાદઃ ભારતના સૌથી મોટા આઈપીઓનું બહુમાન મેળવનાર એલઆઈસીનો પબ્લિક ઈશ્યૂ પોલિસીધારકો અને રિટેલ રોકાણકારોના જોરે સોમવારે - છેલ્લા દિવસે સરેરાશ 2.95 ગણો ભરાઈને બંધ થયો છે. જોકે આ જાહેર ભરણાને વિદેશી રોકાણકારો અને ફંડ હાઉસીસનો નબળો પ્રતિસાદ સાંપડ્યો છે.
ઉલ્લેખનીય છે કે સરકારે એલઆઈસીમાં 3.5 ટકા હિસ્સો વેચીને રૂ. 21,000 કરોડ એકત્ર કરવાનો અંદાજ મૂક્યો છે. પાંચ દિવસ ખુલ્લાં રહેલા આ ભરણામાં 16,20,78,067 શેરના ઓફરની સામે રોકાણકારો દ્વારા કુલ 47,83,67,010 શેર માટે અરજીઓ આવી છે.
રોકાણકારો દ્વારા એલઆઈસીના શેર ખરીદવા માટે કુલ 3.18 કરોડ અરજીઓ કરાઇ છે. એન્કર રોકાણકારોના હિસ્સાને બાદ કર્યા બાદ એલઆઈસી આઈપીઓમાં બાકી રહેલા રૂ. 15,391 કરોડના આઈપીઓ હિસ્સા માટે રૂ. 45,379 કરોડની બીડ થઈ છે.

પોલિસીધારકનો પ્રોત્સાહક પ્રતિસાદ
એલઆઈસી આઈપીઓને સૌથી મજબૂત પ્રતિસાદ પોલિસીધારકો તરફથી મળ્યો છે. પોલિસીહોલ્ડર કેટેગરી 612 ટકા ઓવરસ્ક્રાઈબર થઈ છે, જેમાં ઓફર કરાયેલા 2.21 કરોડ શેરની સામે 13.53 કરોડ શેર માટે અરજી થઈ છે. કંપનીના જ કર્મચારીઓ દ્વારા એલઆઈસીના ખાનગીકરણનો વિરોધ વચ્ચે પણ એમ્પલોય કેટેગરી 4.40 ગણી ભરાઈ ગઈ છે. નાના રોકાણકારો એટલે કે રિટેલ કેટેગરીની વાત કરીએ તો તેમનો હિસ્સો પણ અંદાજે 2 ગણો ભરાયો છે. જોકે ભારતના અરામ્કો ગણાતા એલઆઈસીના આઈપીઓને મોટા રોકાણકારો તરફથી ફિક્કો પ્રતિસાદ સાંપડ્યો છે.

LIC આઇપીઓઃ ઉડતી નજરે
આઈપીઓ તારીખ 4થી 9 મે
ઓફર પ્રાઈઝ રૂ. 902-949
એલોટમેન્ટ 13 મે
રિફંડ 13 મે
શેર ક્રેડિટ 16 મે
લિસ્ટિંગ 17 મે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter