નવી દિલ્હીઃ દેશની ચૂંટણીમાં નોન રેસિડેન્ટ ઇન્ડિયનને વોટ આપવાનો અધિકાર આપવાને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર હવે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. આ અરજી કેરળ પ્રવાસી એસોસિયેશન દ્વારા દાખલ કરાઈ છે, ચીફ જસ્ટિસ એન.વી. રમન્ના, જસ્ટિસ જે.કે. માહેશ્વરી અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચ સમક્ષ કરાયેલી અરજીમાં એનઆરઆઈને મતદાનનો અધિકાર આપવામાં આવે. અહીંયા નોંધવુ રહ્યું કે આ વર્ષે એપ્રિલમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે એ વિદેશી મતદારો માટે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ (ઈટીપીબીએસ) સુવિધા શરૂ કરવા વિચારણા કરી રહ્યા છે. એનઆરઆઈને દેશમાં મતદાનનો અધિકાર આપવાની માંગ લાંબા સમયથી થઈ રહી છે.


