­­­­­­પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઃ ભાજપ-ટીએમસીના સ્ટાર પાવરની ટક્કર

Wednesday 21st April 2021 05:15 EDT
 
 

એક તરફ સમગ્ર દેશ કોરોના જેવી જીવલેણ મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જવર ચરમસીમાએ પહોંચ્યો છે. વિધાનસભા ચૂંટણીનો આ અતિ પ્રતિષ્ઠાભર્યો જંગ જીતવા ભાજપ અને તૃણમૃલ કોંગ્રેસે ફિલ્મ-ટીવી કલાકારો અને ખેલાડીઓ પર દાવ ખેલ્યો છે. રાજ્યમાં ૨૭ માર્ચે પહેલા તબક્કાનું મતદાન થયું હતું જ્યારે આઠમા તથા અંતિમ તબક્કાનું મતદાન ૨૯ એપ્રિલે થશે. બીજી મેના રોજ મતગણતરી થશે અને પ્રજા બંગાળની શાસનધૂરા કોને સોંપે છે તે નક્કી થઇ જશે. આ વખતનો વિધાનસભા ચૂંટણી જંગ ભલે મોદી વિરુદ્ધ દીદીનો હોય, પણ રાજ્યના રાજકીય તખતે બંગાળી ફિલ્મ ઉદ્યોગના સિતારાઓ પણ મોટી સંખ્યામાં ઝળકી રહ્યા છે. બંને પક્ષોએ ૩૦થી વધુ એક્ટર્સ, સિંગર અને ટીવી કલાકારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણી સુધી પ્રદેશ ભાજપના કોલકાતા સ્થિત વડા મથકે ગણ્યાગાંઠ્યા ટીવી કલાકારો જોવા મળતા હતા, તેનાથી વિપરિત આ વખતની વિધાનસભા ચૂંટણીમાં મનોરંજન જગતના કલાકારોએ સમગ્ર સિનારિયો જ બદલી નાંખ્યો છે. જાણે ટીએમસી અને ભાજપ વચ્ચે બંગાળી સેલિબ્રિટીસને મેદાનમાં ઉતારવાની હોડ જામી છે. કલાકારો સામે એક આક્ષેપ એવો પણ આક્ષેપ થઇ રહ્યો છે કે તેઓ તગડા આર્થિક લાભના બદલામાં રાજકીય પક્ષમાં જોડાઇ રહ્યા છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter