અક્ષય કુમાર હવે ભારતીય નાગરિક

Wednesday 23rd August 2023 05:50 EDT
 
 

જાણીતો અભિનેતા અક્ષય કુમાર હવે એક ભારતીય નાગરિક બન્યો છે. આ અંગેના સરકારી દસ્તાવેજોનો એક ફોટો એણે ટ્વિટર પર શેર કર્યો છે. અક્ષય અત્યાર સુધી કેનેડાનો નાગરિક હતો, અને આ માટે અમુક લોકો દ્વારા એની અવારનવાર ટીકા પણ થતી હતી. અક્ષયે ટ્વિટર પર મુકેલા એક ડોક્યુમેન્ટમાં એનું નામ અક્ષય રિઓમ ભાટિયા દર્શાવાયું છે. ‘દિલ ઔર સિટીઝનશીપ દોનો... હિન્દુસ્તાની હેપ્પી સિટીઝનશીપ હેપ્પી ઇન્ડિપેન્ડેન્ટસ ડે! જય હિન્દ’ એવું એણે ટ્વિટ કર્યું હતું. એક્ટરના ફેન્સે એને ભારતીય નાગરિકત્વ અપનાવવા બદલ અભિનંદન આપી સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ પણ આપી હતી.
અગાઉ અક્ષયે એવું વચન આપ્યું હતું કે હું બહુ જલ્દી ભારતીય પાસપોર્ટ મેળવવા અરજી કરીશ. આના ત્રણ વરસ બાદ એક્ટરે બીજા એક લિડરશીપ સમિટ સેશનમાં એના વિશે અપડેટ આપી હતી. ‘મારી પાસે કેનેડાનો પાસપોર્ટ છે એનો મતલબ એવો નથી કે હું કોઇ રીતે ઓછો ઇન્ડિયન (ભારતીય) છું. હું બધી દૃષ્ટિએ એક ઇન્ડિયન જ છું. હા, મેં 2019માં ભારતીય પાસપોર્ટ મેળવવાનું કહ્યું હતું અને મેં એને માટે અરજી પણ કરી હતી. લેકિન ઉસકે બાદ પેન્ડેમિક (કોરોના મહામારી) આ ગયા, ઉસકે બાદ 2-2, 5 સાલ સબ કુછ બંધ હો ગયા. રિનાઉન્સે કા (કેનેડિયન નાગરિકત્વ છોડી દીધું હોવાનો) લેટર અભી આ ગયા હૈ. બહુ જલ્દી મારો નવો પાસપોર્ટ પણ આવી જશે.’ આમ જણાવતા એક્ટરે એવી ટકોર કરી હતી કે, ‘મૈં ક્યા કરું, મૈં થોડી પેન્ડેમિક લાયા હું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter