અક્ષયકુમારની ફિલ્મ ‘પેડમેન’ની નિર્માત્રી પ્રેરણા અરોરાને ૬ માસ જેલ

Monday 02nd March 2020 04:55 EST
 

મુંબઈઃ અક્ષય કુમારની ફિલ્મો ‘રૂસ્તમ’, ‘ટોયલેટ એક પ્રેમ કથા’ અને ‘પેડમેન’ જેવી સફળ ફિલ્મો બનાવનાર પ્રેરણા અરોરાને બીજી માર્ચે કોર્ટે છ માસની સજા ફરમાવી છે. હાઇ કોર્ટે આ સાથે પ્રેરણા વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરન્ટ પણ જારી કર્યું હતું. ગોથિક એન્ટરટેઇન્ટમેન્ટ દ્વારા ક્રિઅર્ઝ એન્ટરટેઇન્ટમેન્ટનાડાયરેકટર પ્રેરણા અને પ્રોતિમા વિરુદ્ધ પૈસાની છેતરપિંડી મામલે કેસ થયો હતો.

ગોથિક એન્ટરટેઇન્ટમેન્ટ અને ક્રિઅર્ઝ એન્ટરટેઇન્ટમેન્ટ વચ્ચે કોર્ટમાં એવા કરાર થયો હતો કે પ્રેરણા અરોરાના પ્રોડકશન હાઉસ તરફથી ગોથિકને રૂ. પચીસ કરોડ આપવાના રહેશે, પરંતુ ક્રિએર્ઝ એન્ટરટેઇન્ટમેન્ટ દ્વારા ૨.૫ કરોડ રૂપિયોનો હપ્તો ભરાયો નહોતો. ઉપરાંત હપ્તાનો જે ચેક આપ્યો હતો તે પણ બાઉન્સ થયો હતો. ત્યાર પછી ગોથિક અન્ટરટેઇન્ટમેન્ટે ન્યાય મેળવવા કોર્ટનો આશરો લેવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter